Mango Bloom in Una After Tauktae Cyclone

Tauktae વાવાઝોડા બાદ ઉના પંથકમાં આંબા પર મોર અને કેરી જોવા મળતા જગતનો તાત ખુશ

ઉનાઃ ઉના પંથકમાં Tauktae વાવાઝોડા બાદ ખેડૂતોએ પોતાનાં આંબા પર મોર ફૂટતા સારા ઉત્પાદનની આશા વ્યક્ત કરી છે. ઉના અને ગીરગઢડા પંથકની કેસર કેરી સમગ્ર દેશ વિદેશમાં પ્રખ્યાત છે પરંતુ ચાર વર્ષ પહેલાં આવેલાં Tauktae વાવાઝોડામાં બાગાયતી આંબા પડી જતાં આંબાવાડી માલીકો રાતે પાણીએ રડ્યા હતા અને કેરીનું ઉત્પાદન ઓછું રહેતાં ભાવ આસમાને પહોંચ્યા હોવાનાં કારણે ગરીબોએ કેરી નો સ્વાદ ચાખ્યો ન હતો.

ચાલુ વર્ષે આંબાનાં મોર ફબટતા અને વહેલી કેરી આંબા પર જોવાં મળતાં ખેડૂતો ખુશ જોવા મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે આજ પ્રકારનું વાતાવરણ રહેશે તો મખમલ કેરીનાં પાકનું ઊત્પાદન જોવાં મળશે તેવું કહેવાય છે અને બજારમાં સસ્તી કેરી લોકો ખરીદી કેસરનો સ્વાદ માણી શકશે. હાલ બજારમાં નાની ખાખરી કેરી જોવા મળે છે તેનો એક મણનો ભાવ ૧૮૦૦ રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું.

આંબાના પાકને ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે. વાતાવરણમાં થતો નાનો એવો વધારો કે ઘટાડો પણ આંબાને નુકસાન કરે છે. આંબામાં મોર ફૂટવાની સાથે તેમાં કેરીના બંધારણ માટે દિવસ અને રાત્રિનું તાપમાન પણ મહત્વનું બની રહે છે. ગીરને કેરીનું હબ માનવામાં આવે છે. આ વિસ્તારમાં ફળ પાક તરીકે એક માત્ર કેરીનું ઉત્પાદન લેવામાં આવે છે. પરંતુ પાછલા કેટલાક વર્ષોથી વાતાવરણની જે પ્રતિકૂળતા સર્જાઈ રહી છે, તેના કારણે આંબામાં મોર ફૂટવાની સાથે કેરીનું બંધારણ અને યોગ્ય સમયે બજારમાં કેરી આવવાની પ્રક્રિયા ખોરંભે પડી હતી જેના કારણે દર વર્ષે કેરીનું ઉત્પાદન અને તેની ગુણવત્તાની સાથે તેના ઉતારામાં અનઅપેક્ષિત અસરો જોવા મળી રહી હતી. જોકે આ વર્ષે મોર ફૂટતા અને વહેલી કેરી આંબા પર જોવા મળતાં સારા ઉતારાની આશા છે.

Back to top button