આપણું ગુજરાતટોપ ન્યૂઝરાજકોટ

રૂપાલાએ પાટીદાર સમાજને શું કરી ટકોર? જાણો વિગત…

Rajkot News: રાજકોટના જસવંતપુર ખાતે ન્યારી નદીના કાંઠે ઉમિયા માતાનું મંદિર બની રહ્યું છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા છે. રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ આ પ્રસંગે ઉપસ્થિત પાટીદાર સમાજને ટકોર કરી હતી. તેમણે કહ્યું, સમાજના સૌ વડીલો, માતા, બહેનો, ભાઈઓ, યુવાનોને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે વર્તમાન સમયની અંદર પરિવારનું ધ્યાન રાખો. યુવા પેઢીને ઘડવામાં થોડો સમય આપો. બાળકોમાં સંસ્કાર ઉતારવામાં થોડા પ્રયાસ કરો. કુટુંબ ભાવનાની જાળવણી માટેની ચિંતા કરો.

આ પણ વાંચો : Gujarat માં ઠંડીનું જોર વધ્યું, હજુ પણ કોલ્ડ વેવનું એલર્ટ

સોશિયલ મીડિયાના આક્રમણથી બચોઃ રૂપાલા

વધુમાં તેમણે કહ્યું, સોશિયલ મીડિયાના આક્રમણના કારણે યુવા પેઢી ગુમરાહ થતી હોય, એ પ્રકારના જનજીવન વચ્ચેથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આ બધી આંધીઓ વિશ્વભરમાં ચાલે છે. એનાથી આપણે અછૂતા રહી શકવાના નથી, ત્યારે એવો એકમાત્ર ઈલાજ છે કે આપણે જ આપણા દીવાને હાથની આડસ રાખી પવનનો ઝપાટો ન લાગે તેની કાળજી સમાજમાં બધા જ પરિવારોએ લેવાની આવશ્યકતા છે. યુવાઓ પેઢીઓને વ્યસનો અને આદતોથી બચાવવામાં આવે એવા સંકલ્પ સાથે આગળ વધો. યુવાનોને વ્યસનો અને આદતોથી દૂર રાખશો તો સમાજ છે એના કરતાં પણ હજુ આગળ વધશે.

આ પણ વાંચો : સિદ્ધપુર જીઆઈડીસીમાંથી 4 મહિના પહેલા લેવાયેલા ઘીના સેમ્પલમાં મળી ભેળસેળ

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ સાંસદ રૂપાલાની ટકોરમાં સાથ પુરાવી જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું એ સાચી વાત છે. સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે. સરકાર પણ સેવ કલ્ચર, સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર દરેક ઝોનમાં કાર્યક્રમ કરી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button