લાખાજીરાજ શાકમાર્કેટના વેપારીઓની વહારે આવ્યા ધારાસભ્ય ઉદય કાનગડ

રાજકોટ: લાખાજીરાજ શાકમાર્કેટ પાંચ દિવસમાં ખાલી કરી દેવા કોર્પોરેશનના તઘલઘી નિર્ણય અને નોટિસ સામે વેપારી ની વાહરે ધારાસભ્ય ઉદય કાનગઢ આવ્યા હતા અને તમામ વેપારીઓ વતી મનપા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.
ધારાસભ્ય એ વેપારીઓને સાથે રાખી રજુઆત કરી હતી અને સમગ્ર પરિસ્થિતિ સમજાવી હતી.
ઉદય કાનગડે જણાવ્યું હતું કે આ હેરિટેજ બિલ્ડીંગ છે,રિપેરિંગ કરવું જોઈએ અને રીપેરીંગ દરમિયાન તમામ વેપારીઓ સાથ અને સહકાર આપશે તેવી વેપારીઓ વતી પણ બાહેધારી આપી હતી.
આ પણ વાંચો : રાજકોટ લોકમેળા ને લઈને મહત્વના સમાચાર, જિલ્લા કલેક્ટરે આપ્યું નિવેદન
આ ભયજનક સ્ટ્રકચર નથી રીપેર કરવી જોઈએ..
આવી બિલ્ડીંગ ની જાળવણી માત્ર કેન્દ્ર અને રાજ્ય સરકારનું બજેટ હોય છે.
આમ હાલ ઘી ના ઠામમાં ઘી પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનર શ્રી એ યોગ્ય કરવા માટે ધારાસભ્યને બાહેધારી આપી હતી.