Two Youths Die of Heart Attack in Jetpur and Rajkot
આપણું ગુજરાત

હાય રે હાર્ટએટેકઃ જન્માષ્ટમીએ બે યુવાનોના જીવ ગયા

યુવાનોમાં હાર્ટ એટકેનું પ્રમાણ વધ્યું છે. ગુજરાતમાં ફરી હાર્ટ એટેકમાં બે જીવ ગયા છે. બન્ને સાવ સામન્ય લાગતા હતા અને અચાનક ઢળી પડ્યા હતા.

એક ઘટનામાં રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ પાસે હુડકો ક્વાર્ટર નજીક વીર હનુમાન ચોકમાં જન્માષ્ટમીની ઉજવણીની તૈયારી કરી રહેલો યુવાન જતીન સરવૈયા (ઉં.વ.25)ને એકાએક હાર્ટએટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક યુવાન મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર વાલ્વમેન તરીકે નોકરી કરતો હતો.

મૃતક યુવાન જતીનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ઘર નજીક આયોજીત જન્માષ્ટમીની ઉજવણીના કાર્યક્રમમાં ડેકોરેશન સહિતના કામો કરી રહ્યો હતો ત્યારે એકાએક બેભાન થઈ જતા તેનું મોત નીપજ્યું હતું. મૃતકને હાર્ટએટેક આવ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જ્યારે બીજી ઘટનામાં જેતપુરમાં જન્માષ્ટમીના મેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોત થયુ હતું. જેતપુરમાં ચકડોળ માં બેઠેલી યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો.


સૂત્રોના જણાવ્યા મુજબ જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી હતી. અંજના ગોંડલીયા (ઉ.વ.20) નામની યુવતીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો હતો. યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. યુવતી સસરા પક્ષ સાથે જન્માષ્ટમીનો મેળો માણવા જેતપુર આવી હતી. આ દરમિયાન ચગડોળમાં હાર્ટ એટેક આવતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલ ખાતે સારાવાર માટે ખસેડવામાં આવી હતી.

Back to top button