આપણું ગુજરાત
સુરતમાં બોગસ પેઢીનું રજિસ્ટ્રેશન કરી જીએસટીની ચોરી કરનારા બે ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં બોગસ ડોક્યુમેન્ટથી જીએસટીની ચોરી કરનારા બે આરોપીને ઈકો સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં જીએસટી ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાનું બહાર આવી રહ્યું છે. ભેજાબાજો દ્વારા જીએસટી ચોરી કરવા માટે બોગસ ડોક્યુમેન્ટનો ઉપયોગ થતો હોવાનું પણ બહાર આવ્યું છે. સુરતમાં ખોટા દસ્તાવેજથી પેઢીનું રજિસ્ટ્રેશન કરી જીએસટી ચોરી કરનાર બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઇકો સેલ દ્વારા શોબન શેખને ભાવનગરથી પકડવામાં આવ્યો હતો. જ્યારે ઉમંગ પટેલ નામનો ઇસમ સુરતથી ઝડપાયો હતો. આરોપી શોબન કુરેશી કેતન એન્ટરપ્રાઇઝ નામની ખરીદીને તેનું વેચાણ કરી દીધું હતું. આરોપી ઉમંગ પટેલે શાહ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ખરીદી તેમાં ખોટા વેચાણ બિલો બનાવી ગુનો કર્યો છે. હાલ બંને આરોપીઓની પૂછપરછ ઇકો સેલ દ્વારા કરવામાં આવી રહી છે.