આપણું ગુજરાત

આ બે ટ્રેન હવે આ સ્ટેશનો પર પણ ઊભી રહેશે

અમદાવાદ સહિત ગુજરાતમાં રોજગારી માટે મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશથી મોટા પ્રમાણમાં લોકો આવે છે. તેમને જ્યારે વતન જવું હોય ત્યારે તેમની માટે ટ્રેનનો જ વિકલ્પ રહે છે. આ સાથે ટ્રેન અમુક સ્ટેશનો પર ન ઊભી રહેતી હોય તો નજીકના પ્રવાસીઓને વધાર હાલાકી ભોગવવી પડે છે. આથી રેલવેએ પ્રવાસીઓની સુવિધાનું ધ્યાન રાખી બે ટ્રેનને વધારાના સ્ટેશન પર ઊભી રાખવાની જાહેરાત કરી છે.

રેલવેના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર 19489/19490 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને ભટની સ્ટેશન ઉપર તથા ટ્રેન નંબર 11463/11464 સોમનાથ-જબલપુર એક્સપ્રેસને સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર 6 મહિના માટે પ્રાયોગિક ધોરણે રોકાણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જેની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ નો 14 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 15.52/15.54 કલાક રહેશે તથા ટ્રેન નંબર19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ નો 15 ઓક્ટોબર 2023 થી ભટની સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 22.54/22.56 કલાક રહેશે.


ટ્રેન નંબર 11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ ટ્રેનનોતાત્કાલિક અસરથી સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 16.03/16.04 કલાક રહેશે તથા ટ્રેન નંબર11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ નો સાલીચૌકા રોડ સ્ટેશન ઉપર આગમન પ્રસ્થાનનો સમય 10.39/10.40 કલાક રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button