આપણું ગુજરાત

ગુજરાત પોલીસ દળમાં બે ઉચ્ચ અધિકારીઓની બદલી: જૂનાગઢને નવા SP મળ્યા, કડીને પણ નવા SDPO…

ગાંધીનગર: ગુજરાત સરકારે તા. 30 મેના રોજ ગૃહ વિભાગ, સચિવાલય દ્વારા એક નોટિફિકેશન બહાર પાડીને રાજ્ય પોલીસ દળમાં બે ઉચ્ચ અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલીના આદેશો જાહેર કર્યા છે. આ બદલીઓ જાહેર હિતમાં અને ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સંમતિથી કરવામાં આવી છે.

જૂનાગઢના નવા SP મળ્યા
IPS અધિકારી એસ.આર. ઓડેદરા, જેઓ સુબોધ ઓડેદરા તરીકે પણ ઓળખાય છે, તેમને જૂનાગઢના નવા પોલીસ અધિક્ષક (SP) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જૂનાગઢના પૂર્વ SP હર્ષદ મહેતાએ રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી જગ્યા પર આ નિમણૂક કરવામાં આવી છે. એસ.આર. ઓડેદરા અગાઉ કોસ્ટલ સિક્યુરિટીના SP તરીકે ફરજ બજાવી રહ્યા હતા.

ખંભાળિયાના SDPO હાર્દિક પ્રજાપતિની કડી ખાતે બદલી
આ ઉપરાંત, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાના SDPO (સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર) હાર્દિક પ્રજાપતિની પણ બદલી કરવામાં આવી છે. તેમને કડીના SDPO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા નિમાયેલા અધિકારીઓ તેમની નવી જવાબદારીઓ સંભાળીને સંબંધિત વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા અને પોલીસ સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે કાર્ય કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button