અગ્નિકાંડઃ આ બે અધિકારીને સત્યશોધક સમિતિએ આપી ક્લિનચીટ

રાજકોટઃ 27 નિર્દોષ જણનો જીવ લેનાર રાજકોટ અગ્નિકાંડમાં મોટા અપડેટ આવ્યા છે. આ ઘટનાની સઘન તપાસ માટે નિમવામાં આવેલી સત્યશોધક સમિતિએ બે અધિકારીને ક્લિનચીટ આપી છે.
રાજકોટમાં જે જગ્યાએ આ ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હતું તેમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનનો કોઈ રોલ હતો કે નહીં તે ચકાસવા માટે હાઇકોર્ટની સૂચનાથી રચવામાં આવેલી ત્રણ સભ્યની સત્ય શોધક સમિતિએ તેનો અહેવાલ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ અહેવાલ અનુસાર જેમના સમયગાળા દરમિયાન આ ગેમ ઝોનને મંજૂરી આપવામાં આવી હતી તે મ્યુનિસિપલ કમિશનર IAS અમિત અરોરા અને તેમજ આગ લાગી ત્યારના કમિશનર IAS આનંદ પટેલની કોઈ ભૂમિકા નથી.
વર્ષ 2012ની બેચના ગુજરાત કેડરના IAS અમિત અરોરા હાલ કચ્છના કલેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે જયારે વર્ષ 2010ની બેચના ગુજરાત કેડરના IAS આનંદ પટેલની ટ્રાન્સફર બાદ રાજ્ય સરકારે હજુ સુધી તેમને કોઈ પોસ્ટિંગ આપ્યું નથી.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ત્રણ સભ્યોની સત્ય શોધક સમિતિ બનાવાવમાં આવી હતી. આ સમિતિના મેમ્બર તરીકે IAS મનીષા ચંદ્રા, IAS પી સ્વરૂપ અને IAS રાજકુમાર બેનીવાલને નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ સમિતિએ 40થી પચાસ જેટલા લોકોનું નિવેદન લઈને તેમનો રિપોર્ટ તૈયાર કર્યો હતો કે, કોઈપણ બાંધકામને મંજૂરી આપવાની સત્તા ટાઉન પ્લાનિંગ ઓફિસરને આપવામાં આવેલી છે.
ગેરકાયદે બાંધકામ તોડવાની સત્તા પણ સાત વર્ષ પહેલા કોર્પોરેશનની જનરલ બોડીની બેઠકમાં ટાઉન પ્લાનિંગ ને આપવામાં આવી હતી. આથી સંપૂર્ણ સત્તા ટાઉન પ્લાનિંગ ઓથોરિટી પાસે હતી.
આ અહેવાલ કોર્ટમાં રજૂ કરાયો છે ત્યારે હવે કોર્ટની આગામી સુનાવણી પર સૌનની નજર છે.
Also Read –