આપણું ગુજરાત

ગુજરાત કેડરના વધુ બે આઇએએસ ઓફિસરો ડેપ્યુટેશન પર જશે દિલ્હી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાત કેડરના વધુ બે આઇએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર દિલ્હી જશે. આઇએએસ વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે અને આઇએએસ મનીષ ભારદ્વાજની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્તિ કરાઈ છે. કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ થતાં વિજય નહેરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી જશે. કેન્દ્ર સરકારના ઓર્ડર બાદ ટૂંક સમયમાં બંને અધિકારીઓ દિલ્હી જશે.

પ્રાપ્ત વિગતો મુજબ કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ થતાં ગુજરાતના બે આઇએએસ અધિકારી વિજય નેહરા અને મનીષ ભારદ્વાજ દિલ્હી ડેપ્યુટેશન પર જશે. કેન્દ્રમાં જોઈન્ટ સેક્રેટરી સ્તરે ફેરબદલ કરાયો છે. વર્ષ ૨૦૦૧ની બેચના આઈએએસ ઓફિસર વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં મુકાયા છે, જ્યારે વર્ષ ૧૯૯૭ બેંચના અધિકારી મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ તરીકે નિમાયા છે.

તાજેતરમાં જ ૧૯૯૭ની બેચના મહિલા આઇએએસ ઓફિસર સોનલ મિશ્રાને ડેપ્યુટેશન પર દિલ્હી સ્થિત મિનિસ્ટ્રી ઓફ સ્કીલ ડેવલપમેન્ટમાં જોઇન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરાયાં હતાં. ત્યારથી જ સોનલ મિશ્રાના પતિ અને નર્મદા, વોટર રિસોર્સિસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી મનીષ ભારદ્વાજને પણ ડેપ્યુટેશન પર દિલ્હી મોકલવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી. હવે મનીષ ભારદ્વાજને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે નિયુક્ત કરાયા છે.

આઇએએસ વિજય નહેરાનો જન્મ રાજસ્થાન ખાતે આવેલ સિકર જિલ્લાના છોટી સિહોત ગામે થયો હતો.

તેઓ એક સૈનિકના દિકરા છે. તેઓએ સરકારી સહાયની મદદથી અભ્યાસ કર્યો છે. વિજય નહેરા ૨૦૦૧ની બેચના ગુજરાત કેડરના આઇએએસ અધિકારી છે. તેઓ વડોદરાના જિલ્લા કલેક્ટર, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર , અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર, અમદાવાદ જિલ્લા કલેક્ટર જેવા પદો પર પણ રહી ચૂકેલા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?