પેટાચૂંટણીમાં ચૂંટાયેલ ગુજરાતના ધારાસભ્યોમાંથી આ બે છે મંત્રીપદની રેસમાં

ગાંધીનગર: હાલમાં જ પંજાનો હાથ છોડીને ભાજપના ભરતીમેળાથી ભાજપમાં આવેલા પાંચ ધારાસભ્યોને ભાજપે ચૂંટણીઓ યોજાઇ હતી અને જેમાં પાંચે ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. જે હવે આવતીકાલે વિજય મુર્હુતમાં શપથ લેવાના છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી પાંચે ધારાસભ્યોને શપથ લેવડાવશે. જો કે હાલ આમાંથી અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાનું નામ મંત્રીપદની રેસમાં છે. આગામી સમયમાં નવા મંત્રીમંડળના વિસ્તરણમાં આ બંને ધારાસભ્યો મંત્રી તરીકેનું સ્થાન મેળવે તેવી અટકળો હાલ તેજ છે.
જીતેલા ધારાસભ્યો :
ખંભાત – ચિરાગ પટેલ
વાઘોડિયા – ધર્મેન્દ્રસિંહ વાઘેલા
પોરબંદર – અર્જુન મોઢવાડીયા
વિજાપુર – સી. જે. ચાવડા
માણાવદર – અરવિંદ લાડાણી
ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની સાથેસાથે ગુજરાત વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણી પણ યોજાશે. જે મુખ્યત્વે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાયેલા ધારાસભ્યોને કારણે ખાલી પડેલી બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાતમાં લોકસભાની 25 બેઠકોની સાથે વિધાનસભાની પાંચ બેઠકોની પેટાચૂંટણી પણ યોજી હતી. જેમાં 1-પોરબંદર, 2-વિજાપુર, 3-ખંભાત, 4-માણાવદર અને 5-વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.
સી. જે. ચાવડા ગુજરાત સરકારના અધિકારી રહી ચૂકેલા છે અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના સચિવ રહી ચૂકેલાછે. તેઓ છેલ્લા 20 વર્ષથી રાજકારણમાં સક્રિય છે. જો કે તેઓએ કોંગ્રેસ પક્ષની સાથે જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મહેસાણા જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. 2017માં ગાંધીનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી અને 2022માં વિજાપુરની ચૂંટણી જીત્યા. તેમણે ફેબ્રુઆરી માસમાં કેસરિયો ધારણ કરી લીધો હતો.
સૌરાષ્ટ્રના રાજકારણમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા તરીકે અર્જુન મોઢવાડિયાની છાપ હતી. વર્ષ 1982 થી 2002 સુધી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ અને સેનેટ સભ્ય રહી ચૂક્યા છે. 2002 માં પ્રથમ વખત પોરબંદર બેઠકથી જીત્યા હતા. 2004થી 2007 સુધી તેઓ ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા રહી ચૂક્યા છે. ત્રણ ટર્મ સુધી તેઓ કોંગ્રેસની ટીકી પરથી ચૂંટણી જિતતા આવ્યા છે.