આપણું ગુજરાત

અમદાવાદના ઘોડાસરમાં બ્રેકડાઉન બસને આઈશરે મારી ટક્કર, બે જણનાં મોત

અમદાવાદ: અમદાવાદમાં અકસ્માતની ઘટના ઘટી છે જેમાં આવી છે. અકસ્માતમાં બ્રેકડાઉન થયેલી AMTSની બસ રિપેર કરી રહેલા બે ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતાં તેમનાં મૃત્યુ નીપજ્યાં છે. ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ ઉપર અકસ્માત સર્જાયો છે. હાલ આ મામલે પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

બંને ફોરમેનના મૃત્યુ
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ઘોડાસર સ્થિત નવા ઓવરબ્રિજ પર અકસ્માતની ઘટનામાં ઘટી છે. આ ઘટનામાં બે લોકોના મૃત્યુ થયા છે.બ્રેકડાઉન થયેલી AMTSની બસ રિપેર કરતા બે વ્યક્તિ કચડાઇ જતાં બંને ફોરમેનના ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. અકસ્માતની ઘટના બાદ બ્રિજને એક તરફથી ઓવરબ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસે બનાવની તપાસ શરૂ કરી છે.

Also read: કસારા ઘાટમાં મીની બસનો અકસ્માત: 21 જખમી, ત્રણની હાલત ગંભીર

બસને રિપેર કરી રહ્યા હતા
અમદાવાદના ઘોડાસર બ્રિજ પર AMTSની બસ બ્રેકડાઉન થઈ હતી, જેને ટોઇંગ કરવા માટે બે ફોરમેન ફોરમેન આવ્યા હતા. આ દરમિયાન બ્રિજ પર ટોઈંગનો વાયર તૂટી જતાં બંને ફોરમેન તેને રિપેર કરી રહ્યા હતા તે દરમિયાન પાછળથી આઈસર ટ્રકે એક બસને ટક્કર મારતા બંને બસની વચ્ચે કામ કરી રહેલા ફોરમેનનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.

બ્રિજ પર ટ્રાફિક જામ
ઘટનાની વિગતો મળ્યા બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ બ્રિજ ઉપર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો આથી એક તરફનો બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો અને બીજી તરફ ટ્રાફિકના અધિકારી ત્યાં પહોંચી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button