આપણું ગુજરાત

ભુજ જમીન પ્રકરણમાં તત્કાલીન કલેકટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહના બે દિવસના રિમાન્ડ મંજૂર

ભુજ: શહેરના એરપોર્ટ રિગરોડ પર આવેલી સરકારી ખરાબાની 1 એકર 38 ગુંઠા જમીનને `લાગુની જમીન’ તરીકે બિલ્ડરને આપી દેવાના ગુનામાં લાંબા સમયથી કાયદાકીય પ્રશ્નોનો સામનો કરી રહેલા કચ્છના તત્કાલીન કલેકટર અને ફરજમોકૂફ આઈએએસ અધિકારી પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહના ભુજની વિશેષ એસીબી અદાલતે બે દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.
બિલ્ડર પાસેથી અનુચિત લાભ લેવાના હેતુથી શર્માએ નાયબ કલેક્ટર સાથે મળી સરકારી નિયમોને નેવે મૂકી આ કરોડોની કિમતની જમીન આપી દીધી હોવાની તાલુકા મામલતદાર કલ્પનાબેન ગોંદિયાએ ગુવારે સીઆઈડી ક્રાઈમમાં ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.
સીઆઈડી ક્રાઈમ વતી વિશેષ સરકારી વકીલ કે.સી.ગોસ્વામીએ સાત દિવસના રીમાન્ડ મંજૂર કરવાની માંગ કરવાની સાથે કોર્ટ રૂમમાં જણાવ્યું હતું કે, રહેણાંકના હેતુ માટેની જમીનને ખેતીની જમીન તરીકે ફાળવી શકાય નહીં તેવા નગર નિયોજકે આપેલા અભિપ્રાયને ધરાર અવગણીને શર્માએ બિલ્ડરને ખરાબાની જમીન ખેતીના હેતુ માટે લાગુની જમીન તરીકે ફાળવી દીધી હતી. ફાળવણી વખતે શરત રખાઈ હતી કે આ જમીનનો રહેણાંક હેતુ માટે ઉપયોગ નહીં થઈ શકે અન્યથા સરકાર દ્વારા પરત લેવાશે. તેમ છતાં લાગુની જમીન તરીકે ફાળવણી થયા બાદ આ જ જમીનને બિન ખેતી કરવા અરજી થઈ હતી. શરતભંગ ગણીને એ જમીનને સરકારને પરત કરવાને બદલે શર્માએ તેને નો ઓબ્જેક્શન સર્ટિફાઈડ કરી આપી સરકારી તિજોરીને નુકશાની
પહોંચાડી હતી.
સામે પક્ષે શર્માના એડવોકેટે ગુનો દસ્તાવેજ આધારીત હોઈ કસ્ટોડિયલ ઈન્ટરોગેશનની જરૂર ના હોવાનું, તેમના અસીલને ફસાવવાના બદઈરાદે એક પછી એક આ રીતે ચૌદ જેટલા ગુના દાખલ કરાતાં હોવાનું, તેમજ માત્ર સહીનો નમૂનો મેળવવા માટે રીમાન્ડ પર લેવા જરૂરી ના હોવાનું જણાવ્યું હતું. કલેક્ટર તરીકે શર્માએ અન્ય અધિકારીઓએ આપેલા અભિપ્રાયના આધારે જ મંજૂરીઓ આપી હોવાની દલીલો કરી રીમાન્ડની જરૂર ના હોવાની રજૂઆત કરી હતી. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button