ભાવનગરમાં બ્લોક બનાવતી ફેકટરી અકસ્માત, મશીનમાં આવી જતા બે બાળકોના મોત

ભાવનગરઃ જિલ્લાના આંબલા (Amabala village of Bhavnagar) ગામે બે બાળકોના મોત થયાની ઘટના ઘટી છે. ગામમાં આવેલી બ્લોક બનાવતી ફેકટરીના મશીનમાં આવી જતા બન્ને બાળકોના મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના આંબલા ગામે બ્લોક બનાવતી એક ખાનગી ફેકટરીમાં દાહોદનો આદિવાસી પરિવાર મજૂરી માટે આવ્યો હતો તે દરમિયાન ફેકટરીમાં બાળકે મશીનની સ્વીચ ચાલુ કરી નાખતા બે બાળકનો શોર્ટ લાગ્યો અને ત્યારબાદ મશીનમાં આવી જતા બન્ને સગ્ગા ભાઈના મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોચી બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અગાઉ ભાવનગરના ઘોઘા તાલુકાના લાખાણકા પુલ પરથી ઘઉં કટિંગ કરતુ થ્રેશર મશીન નીચે ખાબક્યુ હતું. જેમા થ્રેશર મશીન પર બેસેલા ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. સ્થાનિક લોકોએ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
Also Read –