Kutch માં BSF ના બે જવાનના હરામી નાળા પાસે કીચડમાં ફસાતા ડીહાઈડ્રેશનથી મોત
ભુજ : ગુજરાતના કચ્છ(Kutch)જિલ્લાને અડીને આવેલી ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર હરામી નાળા પાસે શુક્રવારે કીચડમાં ફસાયેલા બીએસએફના (BSF)ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ અને હેડ કોન્સ્ટેબલનું ડીહાઈડ્રેશનને કારણે મૃત્યુ થયું છે. પેટ્રોલીંગ દરમિયાન આકરી ગરમીને કારણે પીવાનું પાણી ખૂટી પડ્યું હતું. જ્યાં સુધી કીચડમાં ફસાયેલા આ સૈનિકોને ખબર આઉટ પોસ્ટ થી પાણી – ORS પહોંચે ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. તેમને બેભાન અવસ્થામાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
લાંબા અંતરની સરહદ પેટ્રોલિંગ પર હતા
આ ઘટનાને સીમા સુરક્ષા દળ, ગુજરાતના જનસંપર્ક અધિકારીએ સમર્થન આપ્યું છે. બીએસએફની સત્તાવાર માહિતી અનુસાર, એચ વિશ્વ દેવ, સહાયક કમાન્ડન્ટ, હેડ કોન્સ્ટેબલ દયાલ રામ સહિતની તેમની ટીમ સાથે, હરામી નાલાની ઉત્તરે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં લાંબા અંતરની સરહદ પેટ્રોલિંગ પર હતા ત્યારે આ ઘટના બની હતી.
તબિયતને અને ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા
આ વિસ્તાર તેના અત્યંત જોખમી ભૂપ્રદેશ માટે જાણીતો છે. આ બે બહાદુર માણસો તેમની ટીમ સાથે હરામી નાલાની ઉત્તરે આંતરરાષ્ટ્રીય સરહદો સાથે દૂરસ્થ અને દુર્ગમ વિસ્તારોમાં લાંબા અંતરની સરહદ પેટ્રોલિંગ પર હતા. ત્યારે તે હરામી નાળા પાસે શુક્રવારે કીચડમાં ફસાયા હતા. તેમને તાત્કાલિક નજીકની તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા હતા.પરંતુ તેમની ગંભીર તબિયતને અને ઇજાઓને કારણે મૃત્યુ પામ્યા હતા.
આ લોકો બેભાન થઈ ગયા હતા
ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં નોંધાયેલા અહેવાલ મુજબ, બિહારના રહેવાસી અને કચ્છમાં બીએસએફની 59 બટાલિયનમાં તૈનાત આસિસ્ટન્ટ કમાન્ડન્ટ વિશ્વ દેવા રમાનાથ ઝા, ઉત્તરાખંડના રહેવાસી હેડ કોન્સ્ટેબલ દયાલ રામ સાથે. હોસ્પિટલમાં લાવવામાં આવેલા કોન્સ્ટેબલ નર્સિંગ આસિસ્ટન્ટે જણાવ્યું હતું કે, શુક્રવારે બોર્ડર આઉટ પોસ્ટ 1136 વિસ્તારમાં પેટ્રોલિંગ માટે 6 લોકોની ટીમ નીકળી હતી. સવારના સમયે નીકળેલા આ લોકો કીચડમાં ફસાઈ ગયા હતા અને પીવાનું પાણી પણ ન મળ્યું. જેના કારણે આ લોકો બેભાન થઈ ગયા હતા.