આપણું ગુજરાત

રેલવેમાં બે હોનારત ટળી ગઈ, જાણો ગઈકાલે એવું શું થયું હતું Central Railwayમાં?

મુંબઈઃ મધ્ય રેલવે (Central Railway)ની મેઈન (CSMT-Kalyan) અને હાર્બર લાઈન (CSMT-Panvel)માં બે અલગ અલગ બનાવમાં મોટી હોનારત ટળી ગઈ હતી. મધ્ય રેલવેની મેઈન લાઈનમાં 99 કલાકનો લીધા પછી રેલવેની મુશ્કેલીમાં રોજેરોજ વધારો થયા કરે છે. બ્લોક પછી સિગ્નલ સંબંધિત સમસ્યાનો ઉકેલ આવ્યો નથી ત્યારે તાજેતરમાં ગૂડસ ટ્રેનના ત્રણ વેગન અલગ થયા પછી ટ્રેન નીકળી અમુક અંતર સુધી આગળ નીકળી જવાને કારણે રેલવે હરકતમાં આવી ગયું હતું. ગૂડ્સ ટ્રેનના ગાર્ડ-લોકો પાઈલટની સમયસૂચકતાને કારણે હોનારત ટળી ગઈ હતી. આમ છતાં આ બનાવને કારણે મધ્ય રેલવેમાં ટ્રેનસેવા પર ગંભીર અસર પડી હતી.

શનિવારે સવારના 10.50 વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. ગૂડસ ટ્રેનની કપલિંગ છૂટી પડી જવાથી ત્રણેક કોચ ટ્રેનથી છૂટા પડી ગયા હતા. આ બનાવને કારણે કલ્યાણ-ટિટવાલા સેક્શનમાં ટ્રેનસેવા દોઢ કલાક ઠપ રહી હતી. કોલસાથી ભરેલા ગૂડસ ટ્રેન આંબિવલી અને ટિટવાલા સ્ટેશનની વચ્ચે 55થી 46 વેગનની કપલિંગ અચાનક નીકળી ગઈ હતી, તેનાથી ત્રણ કોચ આગળ નીકળી ગયા હતા. આ બાબતની ગાર્ડને જાણ થયા પછી ટ્રેનના લોકો પાઈલટને જાણ કરી હતી. ત્યાર બાદ ટ્રેન પર અંકુશ મેળવ્યા બાદ રોકી લેવામાં સફળ રહ્યા હતા, એમ રેલવેએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Western Railwayએ ટિકિટ વિના પ્રવાસ કરનારાઓ પ્રવાસીઓ પાસેથી વસૂલ્યો કરોડોનો દંડ

મેઈન્ટેનન્સની કામગીરી પાર પાડવામાં આવ્યા પછી બપોરના 11.50 વાગ્યે ગૂડ્સ ટ્રેનને વેગન જોડવામાં આવ્યા પછી ટ્રેનને નિર્ધારિત સ્થળે રવાના કરી હતી. આમ છતાં આ બનાવને કારણે બપોરથી લઈને સાંજ સુધી કર્જત-કસારા રેલવે લાઈનમાં ટ્રેનો અડધોથી પોણો કલાક મોડી દોડતા પ્રવાસીઓ માટે ટ્રાવેલ કરવાનું હાલાકીભર્યું રહ્યું હતું.

ગાર્ડની સતર્કતાને કારણે હાર્બર લાઈનમાં ટળી ગયો મોટો અકસ્માત
મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં સીએસએમટીથી ગોરેગાંવ જનારી લોકલ ટ્રેનને વડાલા સ્ટેશન પર વાશી દિશામાં જવાનું સિગ્નલ મળ્યું હતું. ગાર્ડની સતર્કતાને કારણે ટ્રેનને રોકવામાં સફળતા મળી હતી નહીં તો મોટો અકસ્માત થયો હોત. આ બનાવ પછી સીએસએમટી-વાશી દિશામાં જનારી ટ્રેનોનું બન્ચિંગ થયું હતું, પરિણામે હાર્બર લાઈનની ટ્રેનો પણ શનિવારે ખોરવાઈ હતી.

શનિવારે સવારના 10.54 વાગ્યાની સીએસએમટીથી ગોરેગાંવની લોકલ ટ્રેન લગભગ 11.15 વાગ્યાના સુમારે વડાલા રોડ પહોંચી હતી. એ વખતે સ્ટેશન માસ્ટર દ્વારા મોટરમેનને વાશીની દિશામાં લોકલ ટ્રેનને આગળ જવા માટે સિગ્નલ મળ્યું હતું. આમ છતાં મોટરમેન-ગાર્ડે એમ કર્યું નહોતું. એલર્ટ ગાર્ડે મોટરમેનને બ્રેક મારીને ટ્રેન રોકવાનો નિર્દેશ આપ્યો હતો. મોટરમેન પણ ટ્રેનને રોકવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ તેની કંટ્રોલ રુમને જાણ કરી હતી. સ્ટેશન માસ્ટર દ્વારા મેમો આપવામાં આવ્યા પછી ટ્રેનને પાછળ લઈ જઈને ગોરેગાંવની દિશામાં રવાના કરવામાં આવી હતી. જોકે, ગાર્ડ કે મોટરમેન દ્વારા કોઈ ચૂક થઈ હોત તો શનિવારે હાર્બર લાઈનમાં મોટી હોનારતનું નિર્માણ થયું હોત, એમ સૂત્રોએ દાવો કર્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અંડરવર્લ્ડ દ્વારા ધમકી આપવામાં આવેલી બોલિવૂડ સેલિબ્રિટીઓની યાદી રેલવે અકસ્માતમાં મૃત્યુ થાય તો કેટલું વળતર મળે chinese-crested-dog લાગે છે કેટલા ક્યૂટ ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર