આપણું ગુજરાત

દાહોદમાં ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા બાવીસ નબીરા પકડાયા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: દાહોદ શહેરના એક ફાર્મ હાઉસમાં ભેગા થઇ દારૂની મહેફિલ માણી રહેલા ૨૨ નબીરાઓ ને એસલીબીની ટીમે દરોડો પાડી ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂની મહેફિલમાં રંગમાં ભંગ પાડતા પોલીસને જોઈ મેહફિલ માણતા નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી. એલસીબી પોલીસે દારૂ બિયર તેમજ બે કાર સહિત લાખોની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.દાહોદ એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે લીમડી રોડ પર આવેલા બાતમી આધારિત ફાર્મ હાઉસ ખાતે દરોડા પાડતા ફાર્મ હાઉસ પર બિયર બાર જેમ ટેબલો ગોઠવી બાવીસ નબીરાઓ બિન્દાસ દારૂનું સેવન કરી રહ્યા હતા. જોકે, બિન્દાસ દારૂનું સેવન કરી રહેલ નબીરાઓની મેહફિલમાં પોલીસે દરોડા પાડી રંગમાં ભંગ પાડતા દારૂનું સેવન કરી રહેલ નબીરાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે દારૂની મેહફિલ માણી રહેલા ૨૨ નબીરાઓને ઝડપી પાડી લાખોની કિંમતનો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button