ભાજપ હોય કે કોંગ્રેસ ખભો તો સાગઠીયાનો જ વપરાશે
રાજકોટ: છેલ્લા 45 દિવસથી ટીઆરપી અગ્નિકાંડ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ પોતપોતાની રીતે કાર્યરત છે ભાજપના નેતાઓ હોય છે કે કોઈ નેતા કે પદાધિકારી નું નામ બહાર ન પડે કોંગ્રેસ ઈચ્છે છે કે ગમે તે થાય દોષિત માત્ર અધિકારીઓ જ ન હોઈ શકે તેમાં પદાધિકારીઓ અને નેતાઓનો પણ ફાળો હોય તો જ આટલો ભ્રષ્ટાચાર શક્ય બને અને આ બંને માટે એક જ ખભો કોમન છે અને એ છે ટીપીઓ સાગઠીયા નો ખભો.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડઃ આરોપી પૂર્વ TPO મનસુખ સાગઠીયાના ભાઈને પણ પદ પરથી હટાવ્યા
આજરોજ એનએસયુવાય અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર ફાળવવામાં આવ્યું અને માગણી કરવામાં આવી કે ટીપીઓ સાગઠીયા જેટલો સમય પદ પર રહ્યા અને એ દરમિયાન જે ટીપી ફાઈનલ થઇ તે રદ કરવામાં આવે કારણ કે નિયમ પ્રમાણે સર્વપ્રથમ એટીપી નક્કી કરવાની હોય તે સ્ટેન્ડિંગ કમિટીમાં આવે ત્યાં મંજૂર થયા પછી ટીપી ફાઈનલ થતી હોય છે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે અને ભ્રષ્ટાચાર નથી થયો તે સાબિત કરવા માટે જૂની ટીપીઓ કેન્સલ કરવામાં આવે. આવી માગણી પાછળનું કોંગ્રેસનું ગણિત સામાન્ય માણસને પણ સમજાય તેવું છે કે સાગઠીયા ના ખભા પર બંદૂક રાખી અને ઘણા સ્થાનિક નેતાઓ તથા પદાધિકારીઓને નિશાને ચડાવી શકાય.
ભારતીય જનતા પક્ષે પણ પોતાના કોઈ નેતાનું ગઠબંધન ગઠીયા સાગઠીયા સાથે ન નીકળે તેના પૂરતા પ્રયત્નો ચાલુ રાખ્યા છે. તેના માટે તપાસની ધરી સાગઠીયા આસપાસ જ ફરતી રાખી છે અને એકમાત્ર સાગઠીયા એ જ ભ્રષ્ટાચાર કર્યો છે બાકી બધા જ દૂધે ધોયેલા છે તેવું સાબિત કરવાના પ્રયત્નોમાં લાગ્યા છે.
આ પણ વાંચો: ‘હું આપઘાત કરી લઈશ’ રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ચીમકી
આમ બંને પક્ષોનો ખભો કોમન છે અને એ છે સાગઠીયા નો ખભો પરંતુ તાજેતરમાં જ એસીબીની પૂછપરછ દરમિયાન સાગઠીયા નું એક વાક્ય કે ‘હું આપઘાત કરી લઈશ’ ગણતરીપૂર્વકનું હોઈ શકે અથવા તો તેનો ખભો થાકી ગયો છે તેવું માની લેવામાં આવે.
છેલ્લા દોઢ મહિનામાં ભાજપના બહુબોલ કા નેતાઓ સાવચુપ થઈ ગયા છે એકમાત્ર રાહુલ ગાંધીના સંસદમાં બોલાયેલા વિધાન વિરુદ્ધમાં બે દિવસ આંદોલનો કર્યા આવેદનપત્રો આપ્યા અને ફરી મૌન થઈ ગયા છે.
લોકોમાં પણ ચર્ચાઓ થઈ રહી છે કે જેલમાં કયા નેતા મળવા ગયા? કયા પૂર્વ ધારાસભ્ય હતા? કયા કોર્પોરેટર સાગઠીયા ને મળ્યા? પરંતુ તેના કોઈ જવાબો કોઈની પાસે નથી કારણ કે સીસીટીવી ફૂટેજ જાહેર થતા નથી કદાચ થવા દેવામાં પણ નહીં આવે.
આ પણ વાંચો: મનસુખ સાગઠીયાની બેનામી સંપત્તિની તપાસ માટે હવે SITની રચના
ટાઉન પ્લાનિંગ ઓફિસર ની જગ્યા જ એવી છે કે લખલૂટ ₹ ઉભા કરવાની લાલચ રોકી ન શકે સાગઠીયા પહેલાના અધિકારી પણ આવી ઘણી બાબતોમાં ચર્ચા ને ચગડોળે ચડી ગયા છે એ વખતે પણ સુપર સીએમ નું નામ ચર્ચાતું હતું.
કરપ્શન ભ્રષ્ટાચાર ક્યારે અટકવાનો નથી હા થોડો સમય આવી કોઈ ઘટના ઘટે ત્યારે તંત્ર કડક હાથે કામ લેવાનું નાટક જરૂર કરે અધિકારીઓ પદાધિકારીઓ નેતાઓ શાંત થઈ જાય પરંતુ આ અટકે તે વાતમાં ઓછું તથ્ય છે આવું ચોરે અને ચૌટે ચર્ચાઈ રહ્યું છે.
સાગઠીયા ની બેનામી મિલકતો જે પકડાઈ છે તેવી જ રીતે જો એસીબીમાં તાકાત હોય તો પદ અધિકારીઓ અને નેતાઓની છેલ્લા 15 વર્ષની બેંક ડીટેલ તપાસી દરોડા પાડી પ્રજાને વિશ્વાસ અપાવે કે ઈશ્વરની સાક્ષી એ અમે કાર્ય કરીએ છીએ.’લાંચ લેતા પકડાયો અને લાંચ આપી છૂટી ગયો’ આ બહુ ચર્ચિત ગુજરાતી વાયકા છે.
સાગઠીયા ના બેન્ક એકાઉન્ટ તેના પરિવારના બેન્ક એકાઉન્ટ તથા નજીકના સાથીદારોના બેંક એકાઉન્ટ અને લોકરો તપાસાયા કે નહીં તે હજુ સુધી બહાર આવ્યું નથી વળી રિમાન્ડની માગણી હવે કરવાના પણ ન હોય લાગે છે કે બધું ગોઠવાઈ ગયું છે.