ગુજરાત કૉંગ્રેસમાં શરૂ થયો સળવળાટ, 6 શહેર પ્રમુખની કરી નિમણૂક…

અમદાવાદઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કૉંગ્રેસ સક્રિય થયું હતું. ગુજરાત કોંગ્રેસ દ્વારા અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં સાણંદ, વિરમગામ, બાવળા, બારેજા, ધોળકા અને ધંધુકાના નવા શહેર પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી હતી.
કોની કોની કરવામાં આવી નિમણૂક
સાણંદ શહેર પ્રમુખ તરીકે શક્તિસિંહ ઝાલા
બાવળા શહેર પ્રમુખ તરીકે રાકેશ ભરવાડ
બારેજા શહેર પ્રમુખ તરીકે અજીત ઠાકોર
વિરમગામ શહેર પ્રમુખ તરીકે સુધીર રાવલ
ધોળકા શહેર પ્રમુખ તરીકે દિનેશ મકવાણા
ધંધુકા શહેર પ્રમુખ તરીકે દેવાભાઈ ઠાકોરની નિમણૂક કરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કૉંગ્રેસ દ્વારા નવનિયુક્ત પ્રમુખોને પ્રશિક્ષણ આપવા માટે જૂનાગઢની ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ આશ્રમમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ગાંધી પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રશિક્ષણ શિબિરોનું આયોજન 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને પાર્ટીના ‘મિશન 2027’ માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવ્યું હતું. કૉંગ્રેસે તાજેતરમાં 2027ની રાજ્ય વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા સ્તરે પાર્ટીના સંગઠનને મજબૂત બનાવવા માટે તમામ જિલ્લા કૉંગ્રેસ સમિતિઓના નવા પ્રમુખોની નિમણૂક કરી હતી.
આ પણ વાંચો…સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ગુજરાત કૉંગ્રેસમાં કકળાટ, હિંમતનગરમાં કાર્યાલય ખાતે થઈ બબાલ