આપણું ગુજરાત

Ahmedabad માં આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન, 133  વૈદુભગતો આપશે સારવાર

અમદાવાદઃ  અમદાવાદ(Ahmedabad) હાટ- વસ્ત્રાપુર ખાતે 9મી નવેમ્બર થી 14મી નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન અને વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 9મી નવેમ્બરે સાંજે પાંચ કલાકે આ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે. નાગરિકો આ મેળાની સવારે 10 થી રાત્રીના 9 કલાક સુધી મુલાકાત લઇ શકશે .આગામી છ દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે 100 જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ -ઔષધિઓનું વેચાણ કરાશે.


Also read: અમદાવાદમાં વાડજ થી Gandhi Ashram સુધીનો રસ્તો આજથી કાયમ માટે બંધ, જાણો વૈકલ્પિક માર્ગ


અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે

અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં હાટ ખાતે આજથી આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન-તાલીમ સોસાયટી, ગાંધીનગર દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે 133 જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું પરંપરાગત ઔષધીય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે.


Also read: “વિરપુરમાં દિવાળી” જલારામ બાપાની 225મી જન્મજયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી


હઠીલા રોગોની સારવાર કરવામાં આવશે

આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.


Also read: ડિજીટલ એરેસ્ટ જેવી કોઈ સિસ્ટમ જ નથી, છતા લોકો ફ્રોડનો ભોગ બને છે. રાજકોટનો ચોંકાવનારો કિસ્સો


અનોખી પહેલ કરવામાં આવી

15મી નવેમ્બરના રોજ બિરસા મુંડાની 150મી જન્મજયંતિને જનજાતિ ગૌરવ દિવસ તરીકે દેશભરમાં ઉજવવામાં આવે છે. આદિવાસી નાયક અને ક્રાંતિકારી તરીકે તેમના વારસાને સન્માનિત કરશે. આ અવસરને નિમિત્તે પરંપરાગત આદિજાતિ ઔષધીય પદ્ધતિને પ્રોત્સાહન આપવાની એક અનોખી પહેલ કરવામાં આવી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button