આપણું ગુજરાત

ચૂંટણી પૂર્વે ગુજરાતમાં આઈપીએસ અધિકારીની બદલી

શરદ સિંઘલ અમદાવાદના જોઈન્ટ કમિશનર બન્યા

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા પછી બીજા તબક્કાનું મતદાન 88 બેઠક પર આવતીકાલે થશે. ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024માં ત્રીજા ચરણનું મતદાન 7મી મેના રોજ થવા જઇ રહ્યું છે ત્યારે રાજ્યમાં લોકસભા મતદાન પહેલાં જ ‘વેઇટિંગ ફોર પોસ્ટિંગ’ પર રહેલા IPS અધિકારીની બદલી કરવામાં આવી છે.

એપ્રિલ મહિનાના પહેલા બે દિવસોમાં જ ચૂંટણીપંચે 8 રાજ્યના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને 12 SPની બદલીના ઓર્ડર કર્યા હતા. ગુરુવારે થયેલા ઓર્ડરમાં શરદ સિંઘલને અમદાવાદ શહેરના જોઇન્ટ કમિશનર બનાવાયા છે, જ્યારે તો ચૈતન્ય માંડિલકની CID ક્રાઇમના એસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

આ ઉપરાંત, નિરજ બડગુજરની અમદાવાદ શહેરમાં એસપી ક્રાઈમ તરીકે બદલી કરવામાં આવી છે. અમદાવાદ ઝોન 1 ના એસપી ડો લવીના સિંહાને ડીસીપી સાઇબર ક્રાઇમ, તો ઉષા રાડાને કમાન્ડન્ટ SRPF-ગ્રૂપ-6 સાબરકાંઠામાં નિયુક્ત કરાયા છે. અહીં એ જણાવવાનું કે ગુજરાતમાં આ અગાઉ આઈપીએસ સહિત 35 ઉચ્ચ અધિકારીની બદલી-પ્રમોશન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:
પ્રવાસીઓ માટે આનંદના સમાચાર : સ્ટેચ્યું ઓફ યુનિટીથી નર્મદામાં શરૂ થશે ઓમકારેશ્વર સુધીની ક્રૂઝ સેવા

ગગનદીપ ગંભીરની રાજ્ય પોલીસના વહીવટી વિભાગના આઈજી તરીકે નિમણૂક કરવામાં આવી છે, જ્યારે રાઘવેન્દ્ર વસ્તની સુરત શહેર પોલીસના જોઈન્ટ પોલીસ કમિશનર ક્રાઈમ તરીકે નિમણૂક કરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button