તરણેતરનો મેળો બનશે ખેલ મહાકુંભ: 26 થી 28 ઓગસ્ટ દરમિયાન 'ગ્રામીણ ઓલિમ્પિક'નું આયોજન | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

તરણેતરનો મેળો બનશે ખેલ મહાકુંભ: 26 થી 28 ઓગસ્ટ દરમિયાન ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન

ગાંધીનગરઃ યુવાનોને રમત ગમત પ્રત્યે વધુ પ્રોત્સાહિત કરવા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકાર દ્વારા તરણેતરના મેળામાં ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ દરમિયાન યોજાનાર ૨૦માં ગ્રામિણ ઓલમ્પિકમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડ, નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૬ વર્ષ સુધીના ભાઈઓ – બહેનો માટે ૧૦૦ મી.દોડ, ૨૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, લાંબીકુદ અને ૧૨ વર્ષના બાળકો માટે લંગડી રમતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ રોપ સ્કીંપીંગ-દોરડાકુદ રમતનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાઓમાં ભાગ લેવા ૧૨ અને ૧૬ વર્ષથી નાની વયના શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓએ પોતાની શાળાના આચાર્યના સહી-સિક્કા કરાવીને એન્ટ્રી ફોર્મ જિલ્લા રમત વિકાસ અધિકારીને મોકલવાનું રહેશે.

આ પણ વાંચો: જગવિખ્યાત તરણેતર મેળાનો કલરફુલ તસવીરી ઈતિહાસ

આ ઉપરાંત ઓપન વિભાગ રમતોમાં ભાગ લેવા ભાઈઓ-બહેનો માટે તા.૨૬ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦૦ મી.દોડ, ૪૦૦ મી.દોડ, ૮૦૦ મી.દોડ, ગોળાફેંક, લાંબી કુદ, ૪ x ૧૦૦ મી.રીલે દોડનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ભાઈઓ માટે નારીયેળ ફેંક, સ્ટ્રોન્ગેસ્ટમેન, સાતોડી (નારગોલ), ખાંડના લાડવા ખાવાની હરીફાઇ, કુસ્તી રમતમાં ૪૫ થી ૫૫ કિ.ગ્રા, ૫૫ થી ૬૮ કિ.ગ્રા અને ૬૮ કિ.ગ્રાથી ઉપરનું વજન ધરાવતા ખેલાડીઓ માટે, વોલીબોલ અને કબડ્ડીમાં ૧૦ ખેલાડીઓની ટીમ માટે રમતનું આયોજન કરવામાં આવ્યું છે.

બહેનો માટે તા.૨૭ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦ ખેલાડીઓની ટીમ માટે વોલીબોલ, કબડ્ડી તેમજ ૫૦ મી.અંતરની માટલા દોડ હરીફાઇનું આયોજન અને તા. ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ ૧૦ ખેલાડીઓની ટીમ માટે રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે આ ગ્રામિણ ઓલિમ્પિક ૨૦૨૫-૨૬ તરણેતર લોકમેળામાં તા.૨૬ થી ૨૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન યોજાશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button