આપણું ગુજરાત
અમદાવાદ ડિવિઝનથી ચાલતી/પસાર થતી 3 ટ્રેનો આંશિક ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે.

ઉત્તર રેલવેના ફિરોઝપુર ડિવિઝનના જલંધર કેન્ટ સ્ટેશન પર વિકાસ કામ માટે ટ્રાફિક અને ઓએચઈ બ્લોકને કારણે ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને હાપા-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરવામાં આવશે. માર્ગ આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-
- 5 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 12473 ગાંધીધામ-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે ચાલશે.
- 02 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 12477 જામનગર-શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે ચાલશે.
- 01 અને 08 ઓક્ટોબર 2024ની ટ્રેન નંબર 12475 હાપા-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા સુપરફાસ્ટ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા લુધિયાણા-ફિલ્લૌર-નકોદર-લોહીયાં ખાસ-કપૂરથલા-જાલંધર સિટીના રસ્તે ચાલશે.
વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.