Mahakumbh 2025: ગુજરાતથી કુંભ માટે પશ્ચિમ રેલવેએ વધુ ત્રણ વિશેષ ટ્રેન દોડાવવાની કરી જાહેરાત

અમદાવાદ: આગામી જાન્યુઆરી માસમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભને (Mahakumbh 2025) ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ તેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન રેલવે વિભાગે પણ તડામાર તૈયારીઓ કરી છે. પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભમાં જવા માટે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મહા કુંભ મેળાના અવસર પર વધુ 3 વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનો
મુસાફરોની સુવિધા માટે અને મહા કુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને સમાવવા માટે, પશ્ચિમ રેલ્વેએ અમદાવાદ-જંઘાઈ, રાજકોટ-બનારસ અને વેરાવળ-બનારસ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ત્રણ જોડી મહા કુંભ મેળા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. છે. પશ્ચિમ રેલવે દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, આ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ
ટ્રેન નંબર 09403 અમદાવાદ-જંઘઈ મહાકુંભ મેળા સ્પેશિયલ અમદાવાદથી 21:15 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 03:00 કલાકે જંઘઈ પહોંચશે. આ ટ્રેન 09, 16, 21 જાન્યુઆરી અને 05, 14, 15, 18, 19, 26 ફેબ્રુઆરી 2025ના રોજ દોડશે. તેવી જ રીતે ટ્રેન નંબર 09404 જંઘઈ-અમદાવાદ મહાકુંભ મેળા સ્પેશિયલ જંઘઈથી 08:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 18:00 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 11, 18 અને 23 જાન્યુઆરી, 2025 અને 07, 16, 17, 20, 21, 28 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે.
આ ટ્રેનને આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, બયાના, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઈટાવા, ગોવિંદપુરી, ફતેહપુર અને પ્રયાગરાજ સ્ટેશનો પર સ્ટોપ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો : મહાકુંભ માટે ‘ફ્રી ટ્રેન ટ્રાવેલ’ની જાહેરાત? જાણો હકીકત
રાજકોટ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ
ટ્રેન નંબર 09537 રાજકોટ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ રાજકોટથી સવારે 06.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 14.45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 06, 15 અને 19 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે. એ જ રીતે ટ્રેન નંબર 09538 બનારસ-રાજકોટ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19.30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 04.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 07, 16 અને 20 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે.
આ ટ્રેન વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવારા, ફાલના, રાણી, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ઇટાવા ખાતે ઉભી રહેશે. ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશન પર રોકાશે.
વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ
ટ્રેન નંબર 09591 વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ વેરાવળથી 22:20 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 14.45 કલાકે બનારસ પહોંચશે. આ ટ્રેન 22 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09592 બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી 19:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 09:00 કલાકે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 24 ફેબ્રુઆરી, 2025ના રોજ દોડશે.
આ ટ્રેન રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર જં., વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાણી, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંડીકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, તુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે.