આપણું ગુજરાતટોપ ન્યૂઝ

મુસાફરો ધ્યાન આપે: સાણંદ સ્ટેશન પર ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે આ ટ્રેનો રદ

અમદાવાદઃ જિલ્લામાં સાણંદ રેવલે સ્ટેશન(Sanand Railway station) પર ઇન્ટરલોકિંગ કામને કારણે અમદાવાદ ડિવીઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. ટ્રેનોના સંચાલન, સમય, સ્ટોપેજ અને બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે મુસાફરોને રેલવેની વેબસાઈડની મુલાકાત લઈને નવી અપડેટની માહિતી મળી રહેશે.


સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર અમદાવાદ-વિરમગામ સેક્શનમાં DFCCILના સાણંદ (દક્ષિણ) સ્ટેશનથી સાણંદ સ્ટેશનની કનેક્ટિવિટીના સંબંધમાં નૉન-ઇન્ટરલોકિંગની ચાલતી કામગીરીના કારણે અમદાવાદ ડિવિઝનમાંથી ચાલતી/પસાર થતી કેટલીક ટ્રેનો આગામી દિવસોમાં રદ રહેશે.

| Also Read: ખૂંટીયાઓની લડાઈથી બચવા ગયેલ બાઇક ચાલકનું પાછળથી આવતા ટ્રકની અડફેટથી મોત

20મી જુલાઈએ વિરમગામ-અમદાવાદ મેમુ ટ્રેન રદ રહેશે,
20મી અને 21મી જુલાઈએ ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે.
19મી અને 20મી જુલાઈએ વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ટ્રેન રદ રહેશે,
20મી જુલાઈએ ભુજ-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ રદ રહેશે,
20મી જુલાઈએ ગાંધીનગર કેપિટલ-ભુજ સ્પેશિયલ રદ રહેશે.
19મી અને 20મી જુલાઈએ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે
20મી અને 21મી જુલાઈએ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ રદ રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button