ભચાઉ પાસે પાસે બેકાબુ ટ્રેઈલર પેરાફીન ભરેલા ટેન્કર સાથે ટકરાયું…
ભુજ : પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના ચોપડવા ગામ પાસેના બ્રિજ પર બેકાબુ બની ગયેલું ટ્રેઈલર આગળ જઈ રહેલા જ્વલનશીલ પદાર્થ ભરેલા ટેન્કર સાથે અથડાઈ ગયા બાદ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં રસ્તા ઉપર ઢોળાયેલા પેરાફીન નામના જ્વલનશીલ રસાયણમાં અંદાજે અડધા કિલોમીટરના વિસ્તારમાં ભયાનક આગ ફાટી નીકળતાં રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
આ પણ વાંચો : સોમાલિયામાં બંદરની રેતીમાં ૧૩ ક્રુ-મેમ્બર્સ સાથે ફસાયું કચ્છના માંડવીનું વહાણ
આ આગની જ્વાળામાં રસ્તા પરથી પસાર થઇ રહેલી કિયા કાર પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી, જો કે સદનસીબે અંદર રહેલા મુસાફરો બહાર નીકળી જતાં જાનહાની ટળી હતી.
જાણવા મળેલી વિગતો મુજબ, ભચાઉ-ગાંધીધામ વચ્ચેના ટ્રાફિકની અવરજવરથી સતત ધમધમતા રહેતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગત મંગળવારે બપોરે આ બનાવ બન્યો હતો જેમાં
ગાંધીધામ તરફથી ભચાઉ બાજુ આગળ વધતું કન્ટેનર ટ્રેઈલર અચાનક બેકાબુ બની પલટી ગયું હતું. ટ્રેઈલર ચાલકે ઓવરટેક કરતા ટેન્કરની પાછળ ધડાકાભેર ટકરાયું હતું. ટકકરના કારણે ટેન્કરમાં રહેલું જવલનશીલ રસાયણ પેરાપિન ધુરિયારૂપે માર્ગ ઉપર વહી નીકળતાં અન્ય વાહનોને પસાર થવામાં અસર પહોંચી હતી.
ઘટનાની જાણ થયે દોડી ગયેલી હાઇવે પેટ્રાલિંગની ટુકડીએ ટ્રાફિક નિયંત્રણની કામગીરી પાર પાડી હતી જયારે ભચાઉ ફાયર બ્રિગેડે સ્થળ પર ધસી જઈને ૬૦ લીટર કેમિકલ ફોમ સાથે ૯ હજાર લીટર પાણીનો મારો ચલાવીને સર્વિસ રોડ પર રહેલી કાર અને ઓવરબ્રિજના રોડ પર લાગેલી આગને બે કલાકે કાબૂમાં લીધી હતી.
આ પણ વાંચો : રાજકોટમાં એકસાથે 7 PIની આંતરિક બદલી; રાજ્યને મળ્યા 8 નાયબ પોલીસ અધિક્ષક
એલ.એન્ડટી.ના શૈલેષ રામીના જણાવ્યા પ્રમાણે ટેન્કરમાંથી ઢોળાયેલું પેરાફીન કેમિકલ સર્વિસ રોડ પર રેલાયું હતું. જેથી સર્વિસ રોડ ઉપર વાહનોને દસેક કલાક સુધી ન ચલાવવા અનુરોધ કરાયો હતો.