આપણું ગુજરાતકચ્છ

કચ્છમાં કરુણાંતિકા : અપમૃત્યુના બનાવોમાં આઠના મોત

ભુજ: કચ્છમાં અકસ્માત ,આત્મહત્યા, ઝેરી ખોરાક સહિતના અપમૃત્યુના બનાવોમાં કુલ આઠ જિંદગી હોમાઈ ચૂકી છે. કચ્છમાં ફરેલા કાળચક્રની ઝપેટમાં ચાર વર્ષની માસુમ બાળા સહીત કુલ આઠ લોકોના અકાળે મોત નિપજ્યામાં સમાચારથી કચ્છવાસીઓમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ખોરાકી ઝેરની અસરથી બાળકીનું મોત:
હાલ રાજ્યમાં પડેલા ભારે વરસાદને પગલે તબીબો દ્વારા આ સમયે આરોગ્ય અને ખોરાકની બાબતમાં વિશેષ કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. કચ્છના ગાંધીધામના ગણેશ નગરના મચ્છી માર્કેટમાં રહેનારી કિશોરીને ખોરાકી ઝેરની અસર પહોંચતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જો કે તેની સારવાર પૂર્ણ થાય તે પહેલા જ તેનું મોત નીપજ્યું છે. 17 વર્ષીય સંતોષી રાજપૂતને ગત ગુરુવારે ખોરાકી ઝેરની અસર પહોંચતાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

પુત્રોની સામે પિતાનો ગયો જીવ:
બીજો એક બનાવ શિણાય ગામ પાસે કેનાલમાં બે પૂત્રો સાથે ન્હાવા પડેલા પિતાનું ડૂબી જવાથી મોત નિપજ્યાનો એક બનાવથી અરેરાટી પ્રસરી છે. આ બનાવ અંગે આદિપુર પોલીસ મથક દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર, મેઘપર કુંભારડીના ગોલ્ડનસીટી પાસેના બ્લોકના કારખાના પાસે રહેનારો સંજય રામસિંગ મહીડા નામનો યુવક સાંજના સમયે પોતાના બે પુત્રોને લઇ શિણાય પાસે આવેલી નર્મદા કેનાલમાં નહાવા ગયો હતો. આ દરમિયાન તેઓપ નહાઈ રહ્યા હતા ત્યારે કેનાલના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બનાવની જાણ થયા બાદ ફાયર ફાઈટરની ટુકડીએ સ્થાનિક તરવૈયાઓ સાથે મળીને સંજયની શોધખોળ આદરી હતી અને ચોવીસ કલાકની જહેમત બાદ તેનો મૃતદેહ મળ્યો મળ્યો હતો.

આત્મહત્યાના ત્રણ બનાવો:
આ સિવાય અન્ય બે અપમૃત્યુના બનાવોમાં બે યુવાનોએ પોતાની જિંદગી ટૂંકાવી છે. એક બનાવમાં ભલોટ ગામે રહેતા કાનજી સેજા ગુજરીયા નામના ૨૩ વર્ષીય યુવાને 22 મી જુલાઈના રોજ પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. આ બાદ ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે અહી તેનું મોત નીપજ્યું હતું. અન્ય એક બનાવ ભલોટમાં જ રહેનારા 18 વર્ષીય ભાવિન નારાણ ચાવડા નામના યુવકે પણ ગત રાત્રે પાકમાં છાંટવાની દવા પીધી હાથી. આ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યો હતો તે દરમ્યાન જ યુવકનું મોત નીપજ્યું હતું.

આત્મહત્યાનો ત્રીજો બનાવ ભુજ તાલુકાના સુમરાસર-શેખ ગામમાં સામે આવ્યો હતો જેમાં મેરિયાવાસમાં રહેતા ગોપાલ કરશન મેરિયા નામના 58 વર્ષના આધેડે કોઇ અગમ્ય કારણોસર ગામમાં આવેલી પોતાની કટલેરીની દુકાનમાં પંખામાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કરી લીધું હતું.

આ સિવાય પાણીથી ભરેલા ખાડા અને ખુલ્લા પડેલા ટાંકાઓમાં ડૂબી જવાથી ગાંધીધામ તાલુકામાં વીતેલા પાંચ દિવસ દરમ્યાન ચાર બાળકોએ જીવ ગુમાવ્યા છે.

અકસ્માતના બનાવમાં મોત:
અન્ય અપમૃત્યુનો બનાવ ભુજ તાલુકાના ઢોરી ગામમાં હબાયના સુમાર જુમા મથડા અને 15 વર્ષનો ફારુખ માથડા મોટર સાઇકલથી ઢોરી ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે કુનરિયા અને ઢોરી વચ્ચેના માર્ગમાં તેમનું વાહન સ્લીપ થતાં સર્જાયેલા અકસ્માતમાં ફારુખનું ગંભીર ઈજાઓના પગલે તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જયારે માધાપર ગામની જલારામ સોસાયટીમાં ૨૩ વર્ષીય ચિન્મુનકુમાર રાકેશ સહાની મકાનમાં પ્લાસ્ટર કરવા માટે પાલક બાંધી રહ્યો હતો એ દરમ્યાન જીવતા તાર સાથે લોખંડનો પાઇપ અડી જતાં તેને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button