સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દૂર્ઘટના, ત્રણ શ્રમિકોના મોત
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાયો હતો, ભેટ ગામે ચાલતી ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત થયાના છે. જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ બન્યા છે. અગાઉ પણ ખનિજ માફીયાઓના કારણે અનેક શ્રમિકોના મોત થયાની ઘટના બની ચુકી છે.
જિલ્લામાં ખનિજ માફીયાઓ બેફામ બન્યા:
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફીયાઓ મજૂરોના મોતના સોદાગરો બન્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં મૂળી તાલુકાના ખંપાળીયા ગામનાં શખ્સો દ્વારા ભેટ સીમ વિસ્તારમાં ગેરકાયદે ઊંડા કૂવા ખોદીને કાર્બોસેલ કાઢવામાં આવતો હતો. દરમિયાન ગેરકાયદેસર કાર્બોસેલની ખાણમાં કામ કરતા ત્રણ મજૂરોના મોત નીપજ્યા છે. ખનિજ માફિયાઓ 200 ફૂટ ઊંડે ગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણનો ધમધમાટ ચલાવી રહ્યા હતા. ખાણમાં ખોદકામ કરતા સમયે અચાનક ખાણમાં ગેસ ગળતર થતા દુર્ઘટના સર્જાઇ હતી. શ્રમિકોના મોત થતા ખનિજ માફિયાઓ મૃતકોના મૃતદેહોને સગેવગે કરવાનું કાવરૂ રચી રહ્યા હતા. પોલીસ અને ખાણ ખનિજ વિભાગ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તંત્ર દ્રારા છેલ્લા કેટલાક સમયથી ખાડા બુરવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ ભૂમાફિયાને જાણે કાયદા કે તંત્રનો કોઇ જ ડર ન હોય તેમ બેફામ છાણા ખૂણે સ્થાનિક તંત્ર રહેમ નજર હેઠળ ખનીજ ખોદવામાં આવી રહ્યું છે. જેમાં અનેક મજૂરીકામ કરતાં મજૂરોને જીવ ખોવાનો વારો આવે છે. ત્યારે આવી જ રીતે ગઢડા, દેવપરા, ખંપાળીયા, વગડીયા આસુન્દ્રાળીમાં મોત થયાની શાહી સૂકાઇ નથી. ત્યાં ભેટના સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો દ્વારા ચાલતી કોલસાની ખાણમાં ગેસ ગળતર થતા ત્રણ પરપ્રાંતીય શ્રમિકોનાં મોત થયા છે.
Also Read –