BREAKING: ગાંધીનગરમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના મોત

BREAKING: ગાંધીનગરમાં નદીમાં દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના મોત

અમદાવાદ : ગુજરાતના ગાંધીનગરના(Gandhinagar)સાબરમતી નદીના દશામાની મૂર્તિ પધરાવવા જતાં ત્રણના લોકોના મોત થયા છે. આ દુર્ઘટના ગાંધીનગરમાં સેક્ટર 30 નજીક સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પઘરાવવા દરમ્યાન ઘટી હતી. મળતી માહિતી મુજબ સંતુલન ગુમાવતા એક વ્યક્તિ નદીના પડ્યો હતો. જેને બચાવવા માટે પાંચ લોકોએ પ્રયાસ કર્યા હતા. જેમાંથી બે લોકોને સ્થાનિકોએ બચાવી લીધા હતા. જ્યારે અન્ય ત્રણના ડૂબી જવાથી મોત થયા હતા. જેની બાદ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે એક બાળકી, મહિલા અને પુરુષની લાશ બહાર કાઢી હતી.

આ સમાચાર હાલ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે. પેજ રિફ્રેશ કરતાં રહેજો

સંબંધિત લેખો

Back to top button