આપણું ગુજરાત

વડોદરામાં 450 ટ્રાફિક પોલીસકર્મીઓને મળ્યા એર-કન્ડિશન્ડ હેલ્મેટ, જાણો તેની વિશેષતા

ભારતમાં ઉનાળો શરૂ થતાંની સાથે જ કાળઝાળ ગરમી લોકોને દઝાડી રહી છે, ઉત્તર ભારતનાા અન્ય રાજ્યોની જેમ ગુજરાતના પણ અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમાં પણ ટ્રાફિક મેનેજમેન્ટ કરતી શહેરોની ટ્રાફિક પોલીસની હાલત સૌથી કફોડી બની છે. ટ્રાફિક પોલીસની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, IIM વડોદરાના વિદ્યાર્થીઓએ એક અનોખું ઉપકરણ વિકસાવ્યું છે. આ એક એર-કન્ડિશન્ડ હેલ્મેટ જે ઊંચા તાપમાનમાં રાહત આપે છે.

હેલ્મેટને બેટરીથી સંચાલિત કરવા માટે ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે, જે ગરમીમાં લાંબી પાળી દરમિયાન ફરજ બજાવતા પોલીસકર્મીઓને આ હેલ્મેટ પહેરવાથી માથાની આસપાસ ખૂબ જ જરૂરી ઠંડી હવા આપે છે.

વડોદરા ટ્રાફિક પોલીસ વિભાગે તેના કર્મચારીઓને આ એસી હેલ્મેટનું વિતરણ કરવાનું શરૂ કરી દીધું છે. દિવસના સૌથી ગરમ કલાકો દરમિયાન તૈનાત લગભગ 450 ટ્રાફિક પોલીસ અધિકારીઓને આ નવીન હેલ્મેટથી સુસજ્જ કરવામાં આવ્યા છે.

ગરમી-સંબંધિત બિમારીઓ જેમ કે ગરમીનો થાક અને હીટસ્ટ્રોક, ખાસ કરીને ગરમ અને ભેજવાળી સ્થિતિમાં ગંભીર સ્વાસ્થ્ય જોખમો પેદા કરી શકે છે. એસી હેલ્મેટ પહેરનારને ઠંડક આપીને અને ગરમી-સંબંધિત બીમારીઓની શક્યતાને ઘટાડી આ જોખમોને ઘટાડવામાં મદદ કરી શકે છે. વધુમાં, તે વાહનચાલકો માટે સલામતી આપનારૂ પણ બની રહેશે. ટુ-વ્હીલર ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવાની સલાહ આપવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button