આપણું ગુજરાત

હાઇકોર્ટની ટિપ્પણી બાદ ટ્રાફીક પોલીસે મરડી આળસ : હેલ્મેટ,રોંગ સાઈડ આવતા 6 હજાર વાહન ચાલકો દંડાયા

અમદાવાદ-ગાંધીનગર સરખેજ- હાઇ-વે પર વધતાં અકસ્માતો અને ગુજરાત હાઇકોતના લાંબા સમયના અવલોકન પછી શહેરનો ટ્રાફિક અને ખાસ કરીને ટૂ -વ્હીલર ચાલકોની હેલ્મેટ પ્રત્યે ઉદાસીનતા પર થયેલી ટિપ્પણીની ઘેરી અસર જોવા મળી છે. અમદાવાદનું પોલીસ તંત્ર પણ ગુજરાત હાઇકોર્ટની ટિપ્પણી પછી જાણે આળસ મરડીને બેઠું થતું હોય તેમ કાર્યવાહીમાં જોતરાઈ ગયું છે . છેલ્લા બે જ દિવસમાં વાહન ચાલકોને લાખો રૂપિયાનો દંડ ફટકારી પોતાની પીઠ થપથપાવવાનો મોકો મળી ગયો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ અને હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકો સામે ડ્રાઈવ શરૂ કરી છે. જેમાં છેલ્લા બે દિવસમાં જ હેલ્મેટ વિનાના 6 હજારથી વધુ લોકો દંડાયા છે. જ્યારે 33 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

https://twitter.com/i/status/1799459752394854895

શનિવારે હેલ્મેટ વિનાના 4107 જેટલા વાહનચાલકોને ઝડપી 20.59 લાખનો દંડ વસુલ કર્યો હતો જ્યારે રોંગ સાઈડમાં 196 વાહન ચાલકોને ઝડપી 3.30 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટના રોજ હેલ્મેટ વિનાના 2406 વાહન ચાલકોને પકડી 12.5 લાખનો દંડ કરવામાં આવ્યો હતો. ભારે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરમાં પ્રવેશતા હોય તેવા 20 વાહનોને પકડી 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે જ્યારે ગેરકાયદેસર રીતે વાહન પાર્કિંગ કરનાર 947 વાહન ચાલકો સામે કાર્યવાહી કરી 4.85 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Gujarat માં આજે સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદમાં સવારથી ઝરમર વરસાદ

અમદાવાદમાં ટુ-વ્હીલર ઉપર વાહન ચાલક હેલ્મેટ ન પહેરતા નથી. રોંગ સાઈડમાં પણ અનેક વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવતા હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાઇકોર્ટમાં કરાયેલી ટિપ્પણી બાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા 8 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રોંગ સાઈડ અને હેલ્મેટ વિનાના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા અંગેની ડ્રાઇવ કરવામાં શરૂ કરવામાં આવી છે. સવાર અને સાંજ એમ બંને સમય ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ વિના અને રોંગ સાઈડમાં જતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button