ચોટીલા નેશનલ હાઇવે બન્યો ‘ખાડા હાઇવે’: ખાડાઓને લઈને ટ્રાફિક જામ થતાં વાહન ચાલકો હેરાન
ચોટીલા: રાજકોટ અમદાવાદને જોડતા નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે. નેશનલ હાઇવે પર રહેલા ખાડાઓના સામ્રાજ્યને લઈને ટ્રાફિક સર્જાતાં વાહનચાલકો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. નેશનલ હાઇવે પર પડેલા ખાડાઓને લીધે વાહનચાલકોએ ખૂબ જ ધીમે ધીમે અને ધ્યાન રાખીને વાહન ચલાવવું પડે છે નહિતર તો વાહનને નુકસાની અને સાથે જ અકસ્માત થવાનો પણ ભય રહેલો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા હાઈવે પર ટ્રાફિક જામની સ્થતિ સર્જાય છે. નેશનલ હાઇવે પર જ સર્જાયેલા ટ્રાફિક જામને લઈને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ-રાજકોટને જોડતા નેશનલ હાઇવે પર ખાડાઓનું સામ્રાજ્ય જામ્યું છે. જેને કારણે આ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. હાઈવે પર મસ મોટા ખાડાઓ પડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હાઇવે પર ખાડાઓના લીધે વાહનને ખૂબ જ જાળવીને ચલાવવું પડે છે નહિતર અકસ્માત થવાનો પણ ભી રહેલો છે. આથી જ હાઇવે પર વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે.
આ પણ વાંચો: ચોટીલા ચામુંડાના દર્શન કરવા જાઓ તો આ ટાઈમટેબલ જાણી લેજો
નેશનલ હાઇવેની જ આવી બદતર હાલત હોય તો અન્ય રોડ રસ્તાઓની સ્થિતિ વિશે તો પૂછવું જ રહ્યું. હાઇવેની આ સ્થિતિને લઈને સ્થાનિકોનું કહેવું છે કે ચોમાસામાં આ રોડ પર અવારનવાર ખાડા પડે છે અને તંત્ર દ્વારા માત્ર માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવામાં આવે છે. માટી ભરીને ખાડાનું પુરાણ કરી દેવાથી જ્યારે પાછો વરસાદ પડે એટલે ફરી ખાડા પડે છે. આથી નેશનલ હાઇવે પર ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે. આવી સ્થિતિમાં પોલીસ પણ કઈ કરી શક્તિ નથી અને વાહનચાલકોને હેરાન થવાનો વારો આવે છે.
નેશનલ હાઇવેની જ આવી બદતર સ્થતિ જોતાં અનેક પ્રશ્નો ઉદભવે છે. કે હાઇવે પર ટોલ ટેક્સ ઉઘરાવવા છતાં પણ હાઇવેની સ્થિતિ આટલી કેમ બદતર થઈ તેવા સવાલો વાહનચાલકો ઉઠાવી રહ્યા છે. હાઇવે પરના ખાડાઓ વાહન ચાલકો માટે અનેક રીતે હેરાન કરનારા છે. રોડ પરના ખાડાઓને કારણે વાહનોમાં નુકસાન, મોંઘા ભાવના ઈંધણનો બગાડ અને ખાસ તો સમયનો પણ બગાડ પણ થઈ રહ્યો છે. જો કે હવે NHAI દ્વારા તાત્કાલિક પગલાંઓ ભરીને હાઇવેની હાલત સુધારવામાં આવે તેવી માંગ ઉઠી છે.