Tourism: આ તારીખથી સિંહો જશે વેકેશન પર, સાસણ ગીર બંધ
અમદાવાદઃ એશિયાટીક સિંહોનું એકમાત્ર ઘર એવો ગીર નેશનલ પાર્ક આગામી 16મી જૂનથી ચાર મહિના માટે પ્રવાસીઓ માટે બંધ રહેશે. આ દરમિયાન દેવળિયા પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે.
Read This…AI કેમેરા હવે ગીરના સાવજને ટ્રેનની ટક્કરથી બચાવશે! શું છે વન વિભાગની યોજના
ગીર નેશનલ પાર્કમા 16મી જૂનથી 15મી ઓક્ટોબર સુધી સિંહોનો સંવનનકાળ ચાલતો હોવાથી આ ચાર મહિના દરમિયાન ચોમાસાની સિઝનમાં સિંહ ઉપરાંત દીપડા, હરણ, સાબર, ચિંકારા સહિતના વન્ય જીવો માટે પણ સંવનનકાળ હોવાથી વન્ય જીવોન ખલેલના પહોંચે તે માટે સાસણના જંગલમા ચાર મહિનાનું વેકેશન રહે છે. ચાર મહિનાના વેકેશન દરમિયાન વાહનોના તમામ રૂટ બંધ રહોશે. અને પ્રવાસીઓ માટે માત્ર દેવળીયા સફારી પાર્ક ચાલુ રહેશે. 16મી જુનથી 15મી ઓકટોબર સુધી વેકેશન રહેશે ત્યાર બાદ 16મી ઓક્ટોબરના રોજ વેકેશન પુર્ણ થશે. ચાર મહિનાના વેકેશન દરમિયાન સાસણમાં ધંધા-રોજગારને પણ અસર થશે.
વરસાદી સિઝન દરમિયાન સિંહોનો મેટિંગ ટાઈમ એટલે કે સંવવનકાળ હોય છે ત્યાર અભ્યારણ્યમાં જતી ફેરી બંધ કરવામા આવશે. વર્ષે લાખો પર્યટકો ખુલ્લી જિપમાં આ જંગલ ટ્રેઈલ માટે અહીં આવે છે. સાસણ ગીરમાં એક બાજુ પર્યટકોનો ધસારો વધ્યો છે તો બીજી બાજુ અહીં રિસોર્ટ અને હોટેલોનો ધંધો ધમધમે છે. જોકે સિંહોને રંજાડવાના કિસ્સા પણ વધી ગયા છે. જૂનાગઢમાં ઉપરકોટ સહિતના આકર્ષણો અને સાસણ ગીર તેમ જ દીવ ફરવા આવતા લાખો પર્યટકોએ પોતે પણ સ્વયંશિસ્ત દાખવી સિંહોને આડખિલીરૂપ થાય તેવી કોઈ પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં.