રાજકોટમાં ભાજપ માટે કપરો સમય છે, દરેક વોર્ડમાંથી ફરિયાદનો ધોધ?
રાજકોટઃ રાજકોટ શહેરમાં હાલ મેયર તમારે દ્વારા કાર્યક્રમ ભાજપ દ્વારા ચાલુ છે અને દરેક વોર્ડમાંથી રોડ રસ્તા સફાઈ જેવી અનેક ફરિયાદો આવે આજે વોર્ડ નંબર 11ના રહીશો રસ્તા પર ઉતર્યા હતા અને ભાજપ હાય હાય અને ભ્રષ્ટાચાર દૂર કરોના નારા લગાવ્યા હતા.
આમ તો સ્માર્ટ સિટી ગણવામાં આવે છે. જોકે આ સ્માર્ટ સિટીના હાલ ગ્રામ્ય વિસ્તારો કરતા પણ બેહાલ છે. શહેરના વોર્ડ નંબર અગિયારમાં અને સોસાયટીઓની સ્થિતિ અત્યંત કથળેલી છે.. સ્થાનિક લોકો પણ આ પરિસ્થિતિથી હેરાન પરેશાન છે. આજે અંબિકા ટાઉનશિપમાં સ્થાનિકો ભેગા થયા છે. પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અંબિકા ટાઉનશિપમાં 800થી 900 એપાર્ટમેન્ટ આવેલા છે.
અહીં 50000 કરતાં વધારે લોકો વસવાટ કરે છે. આ વિસ્તારમાં રહેલા લોકોને કહેવું છે કે તેઓ આ વિસ્તારમાં રહેલા લોકોને કહેવું છે. માત્ર અંબિકા ટાઉનશીપ નહિ, પરંતુ વોર્ડ નંબર અગિયારમાં આવેલી અલગ અલગ સોસાયટીઓના હાલ પણ આ જ છે. ખરાબ રસ્તાઓના કારણે લોકો અનેક વખત અકસ્માતના ભોગ પણ બને છે. મહિલાઓએ પણ કહ્યું હતું કે તેઓ અનેક વખત અકસ્માતનો ભોગ બન્યા છે.
લોકોમાં ચર્ચા થઈ રહી છે કે હવે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને ઘણા વર્ષોથી ભાજપનું રાજ હોય કોઈની ફરિયાદ સાંભળવામાં આવતી નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં સ્થાનિક કોર્પોરેટર કે પદાધિકારીઓ લોકોની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી આગામી સમયગાળામાં લોકો સતાધારી પક્ષથી વિમુક્ત થઈ જશે તેમની પણ તેમને ચિંતા નથી.
Also Read –