આપણું ગુજરાત

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા: સૌથી વધુ કચ્છમાં ૧૫૮.૭૩ ટકા

કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ:
લખપત-રાપરમાં સાતથી દસ ઈંચ વરસાદ, અનેક જળાશયો બીજી વાર છલકયાં. (ઉત્સવ વૈદ્ય)

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૮.૭૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૯.૬૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં ૯૫.૫૨ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૮.૩૧ ટકા, પૂર્વ-મધ્ય ઝોનમાં ૯૬.૧૧ ટકા સીઝનનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ તા. ૨૦મી સપ્ટેમ્બરે સવારે ૬.૦૦ કલાકે પૂરા રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૧૫ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં ૧૭૧ મિ.મિ. એટલે કે સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ, પાંચ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ અને ૪ તાલુકાઓમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં ૧૨૪ મિ.મિ., નખત્રાણામાં ૧૧૩ મિ.મિ., અને માળિયામાં ૧૦૧ મિ.મિ., એટલે કે ૪ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં ૯૪ મિ.મિ., મોરબીના ટંકારામાં ૮૬ મિ.મિ., જામનગરમાં ૮૨ મિ.મિ., મોરબીના હળવદમાં અને મોરબીમાં ૭૮ મિ.મિ., એમ રાજ્યના પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત રાજ્યના અન્ય ૪ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે એમાં વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ૬૭ મિ.મિ., પોરબંદરમાં ૫૪ મિ.મિ., મોરબીના વાંકાનેરમાં ૫૨(બાવન) મિ.મિ., અને ખેડાના વસોમાં ૫૦ મિ.મિ.,વરસ્યો છે. જ્યારે રાજ્યના અન્ય ૩૭ તાલુકાઓમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

વિશ્ર્વામિત્રી બે કાંઠે વહી: આજવાની સપાટી ૨૧૨.૧૦ ફૂટે પહોંચી

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મધ્ય ગુજરાતમાં લગાતાર ત્રણ દિવસ ભારે વરસાદ પડતા ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓ તરબોળ થયાં છે. મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટા ભાગની નદીઓમાં પૂર આવ્યાં છે. જ્યારે વડોદરામાંથી પસાર થતી વિશ્ર્વામિત્રી નદી પણ બે કાંઠે વહેવા લાગી છે. આજવાની સપાટી ૨૧૨.૧૦ ફૂટે પહોંચતા શહેરીજનો ૫૨ બે માસની પાણીનું સંકટ હવે ટળી ગયું છે. આજવા સરોવર પર આધાર રાખનાર વડોદરાના શહેરીજનો પર પીવાના પાણીનું સંકટ ઊભું થયું હતું. ત્યારે મેઘરાજાએ પુન:મહેર કરી છે. જેથી શહેરીજનો ૫૨ મંડરાઈ રહેલ પીવાના પાણીનું સંકટ ટળી ગયું છે. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button