આવતીકાલની રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ સવા 2 કલાક મોડી ઉપડશે
પશ્ચિમ રેલવેના વડોદરા-સુરત રેલ સેક્શનના હાથુરાણ-કોસંબા સ્ટેશનો વચ્ચે લેવલ ક્રોસિંગ ગેટ નંબર 161 પર ગર્ડર લોન્ચ કરવાની પ્રક્રિયાને કારણે 25 ઓક્ટોબર એટલે કે આવતીકાલે બુધવારે રાજકોટ ડિવિઝનથી જતી રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 22717 રાજકોટ-સિકંદરાબાદ એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય વહેલી સવારે 5-30 વાગ્યાને બદલે 2 કલાક 15 મિનિટ મોડી એટલે કે સવારે 7-45 વાગ્યે ઉપડશે.
www.enquiry.indianrail.gov.in પર આ સંદર્ભે વધુ માહિતી મેળવી શકાશે. આ ઉપરાંત પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન યાર્ડમાં છઠ્ઠી લાઇનના કામ માટે બ્લોકને કારણે ભાવનગર-બ્રાંદ્રા-ભાવનગર (12972-12971) અને વેરાવળ-બાંદ્રા-વેરાવળ (19218-19217) આ 2 ટ્રેનોને અસર થશે.
રેલવે તંત્રએ ઉપરોક્ત સૂચના સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરે. તેમજ વધુ માહિતી માટે વેબસાઇટ ચેક કરતા રહે.
ભાવનગર ડિવિઝનમાં વેરાવળથી 24 ઓક્ટોબર અને 25 ઓક્ટોબરે દોડનારી વેરાવળ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. બાંદ્રાથી 25 ઓક્ટોબર અને 26 ઓક્ટોબરે દોડનારી બાંદ્રા-ભાવનગર સુપરફાસ્ટ (12971) બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી ઉપડશે. ભાવનગર ટર્મિનસથી 24 અને 25 ઓક્ટોબરે દોડનારી ભાવનગર-બાંદ્રા 12972 બોરીવલી સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. બાંદ્રાથી 25 અને 26 ઓક્ટોબરે બાંદ્રા-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન બાંદ્રાને બદલે બોરીવલી સ્ટેશનથી ઉપડશે.