આપણું ગુજરાત

ચોમાસા દરિમયાન મેટ્રો અને મોનો રેલના પ્રવાસીઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ચોમાસા દરમિયાન મેટ્રો રેલ અને મોનો રેલના પ્રવાસીઓનો પ્રવાસ સુુખદ, સુરક્ષિત અને અખંડિત રહે તે માટે મહામુંબઈ મેટ્રોએ તમામ ઉપાયયોજના અમલમાં મૂકવાની સાથે જ ખાસ અત્યાધુનિક મોન્સૂન કંટ્રોલ રૂમ બનાવ્યા છે. આ કંટ્રોલરૂમ મુંબઈ મહાનગરપાલિકાના ડિઝાસ્ટર કંટ્રોલરૂમ સાથે જોડાયેલા રહેશે. ભારે વરસાદ અને પૂરજનક પરિસ્થિતિ દરમિયાન રસ્તા પર વાહનવ્યવહાર ઠપ્પ થઈ જાય તો મેટ્રો રેલ અને મોનોરેલમાં પ્રવાસીઓની સંખ્યા વધવાની શક્યતા રહેલી છે. તેથી તે મુજબ મેટ્રો અને મોનો રેલની સંખ્યા વધારશે એવી જાહેરાત કરી છે. એ સાથે જ મેટ્રો અને મોનો રેલના પ્રવાસીઓ માટે ઈમરજન્સી માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦૮૮૯૦૫૦૫ / ૯૮૦૦૮૮૯૦૮૦૮ નંબર જાહેર કર્યા છે. આ હેલ્પલાઈન પર પ્રવાસીઓ સંપર્ક કરી શકશે. એ સાથે જ ૮૪૫૨૯૦૫૪૩૪ ફોન નંબર પર મોનોરેલ માટે સંપર્ક કરી શકાશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button