Gujarat Weather Update: કાળઝાળ ગરમીની વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર

ગાંધીનગર: કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગે ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં ગરમીથી રાહત મળવાની આગાહી કરી છે. (Gujarat Weather Update) હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસોમાં તાપમાનનો પારો ક્રમશઃ ઘટે તેવી સંભાવના છે. રાજકોટ,સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
વડોદરા, મહીસાગર, ખેડા, છોટાઉદેપુર, બોટાદ, ભરુચ, આણંદ,અમરેલી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી જ્યારે નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે અમદાવાદ, બોટાદ, જામનગર, કચ્છ, પોરબંદર, સુરેન્દ્રનગર, વડોદરા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહે તેવી સંભાવના છે. જ્યારે અરવલ્લી, જુનાગઢ, મહીસાગર, પંચમહાલ, બનાસકાંઠા, દાહોદ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.