આજે અમદાવાદમાં વહેલી સવારના અકસ્માતનું કારણ આવ્યું સામે
અમદાવાદ: અમદાવાદના દારૂ લઈને આવી રહેલ ફોર્ચ્યુનર કારે થાર કારને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અમદાવાદના બોપલ બ્રિજ નજીક આ ઘટના સર્જાય હતી કે જેમાં ફોર્ચ્યુનર કારમાં દારૂ ભરીને આવી રહેલા લોકોએ એસપી રિંગ રોડ પાસે થાર કારને ટક્કર મારી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે.
આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. અહી અજિત કાઠી , મનીષ ભટ્ટ અને ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિનું મોત થયું છે . સાથે જ રાજસ્થાનના રાજુરામ બિશ્નોઈ નન્નો વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. જો કે આ ઘટનામાં મોત થયેલ વ્યકતી અજિત કાઠી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અજિત કાઠી બૂટલેગર, મર્ડરનો આરોપી છે અને તેને હાલ જ તેને વિરમગામ નહિ પ્રવેશ નહિ કરવાની શરતે જામીન મળ્યા હતા. ત્રણેના લોકોને મૃતદેહને પોસ્ટ માર્ટમ અર્થે ખસેડયા હતા.
આ પણ વાંચો : Kutch માં બુટલેગર સાથે મહિલા પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતી ઝડપાઇ
અજિત કાઠી વિરમગામ નગરપાલિકાના મહિલા કોર્પોરેટર સોનલબેન ગામોટના પતિ હર્ષદકુમારની હત્યાના કાવતરા ઘડવામાં તેનો હાથ હતો. તેને ફોર વ્હીલથી બાઇકને ટક્કર મારીને પછીથી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ બાદ પોલીસ અજિત કાઠી, ભભલું કાઠી અને એભલ કાઠીની ધરપકડ કરવામાં આવી હતી. અકસ્માતને લઈને તપાસમાં સામે આવ્યું છે કે અકસ્માતના સમયે ફોર્ચ્યુનરની સ્પીડ 200 જેટલી હતી, જ્યારે 160 ની સ્પીડ પર આવતી હતી. જો કે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ જણાવ્યું હતું કે ફોર્ચ્યુનર કાર ચાલક હાલ પોલીસ પકડમાં છે અને તે કોઈ ગેરકાયદેસરની પ્રવૃતિમાં શામેલ હોવાથી બેફામ ઝડપે કાર ચલાવતો હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. શિલજ બાજુથી આવી રહેલી ફોર્ચ્યુનર કારે વિરમગામ બાજુથી આવી રહેલી થારને રાજપથ ક્લબમાં વળાંક પાસે ટક્કર મારી હતી.