આપણું ગુજરાત

૨૪ એપ્રિલ પંચાયતી રાજ દિવસ : ભારતીય રાજ્યવ્યવસ્થાના મૂળભૂત પાયો

ગાંધીનગર: આજે ૨૪મી એપ્રિલ એટ્લે પંચાયતી રાજ દિવસ. પ્રાચીન સમયથી લઈને આજદિન સુધી ભારતીય રાજ્યવ્યવસ્થાનો પાયો રહેલ પંચાયતોને આજના દિવસે બંધારણીય રીતે અમલવારી મળી હતી. લોકશાહીનો જે મૂળ હેતુ લોકો દ્વારાં, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન ખરી રીતે સાર્થક પંચાયતી રાજના અમલ બાદ જ થયો. પંચાયતી રાજ ખરા અર્થમાં ભારતીય રાજીવ્યવસ્થાનું આગવું અને પોતીકું રૂપ છે. પંચાયતી રાજે ભારતમાં સાચા અર્થમાં લોકશાહી સમાજના નિર્માણમાં આગવી ભૂમિકા ભજવી છે.

“પંચ ત્યાં પરમેશ્વર”ની ભાવના પ્રાચીન સમયથી ભારતમાં જોવા મળે છે. પાંચ વ્યક્તિઓનો સમૂહ ગામના મહત્વપૂર્ણ અને વિવિધ પ્રશ્નોનો ચર્ચા કરે તે વ્યવસ્થા એટ્લે પંચાયત. આવી વ્યવ્સ્થાનું નીચેથી લઈને ઉપર સુધીનું વ્યવસ્થિત માળખું એટ્લે પંચાયતી રાજ. પ્રાચીન સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર અને કિરાત એમ સમાજની પાંચેય જાતિઓને પંચાયતમાં સમાવવામાં આવેલી છે. આ પાંચ જાતિના આગેવાનો કે પ્રતિનિધિઓનું ગામના પ્રશ્ર્નો માટે ચર્ચા કરવા માટે એકઠા થવું તે કાળે કરીને પંચાયતનું રૂપ પામ્યું. મહાભારત, મનુસ્મૃતિ, કૌટિલ્યના અર્થશાસ્ત્ર અને શુક્રાચાર્યનાં નીતિસારમાં પણ પંચાયતી રાજ, તેમનું સ્વરૂપ, તેમના કાર્યો વગેરેની નોંધ મળી આવે છે.


૧૯૪૭માં દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુએ લોકશાહી દેશના વહિવટના વિક્ેન્દ્રીકરણ માટે પંચાયતી રાજનો મહત્વ આપ્યું હતું. ભારતમાં ઇસ ૧૯૫૯માં ૨ ઓકટોબરના રોજ પ્રથમ પંચાયતી રાજ સિસ્ટમનો અમલ રાજસ્થાનના નાગોર જિલ્લામાં થયો હતો. ઇસ ૧૯૫૭માં બળવંતરાય મહેતા સમિતિએ પંચાયતી રાજ વ્યવસ્થા અંગે કરેલી મોટા ભાગની ભલામણોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.


જો કે રાજસ્થાન બાદ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં પંચાયતીરાજનો ક્રમશ અમલ શરૃ થયો હતો.પંચાયતી રાજમાં સુધારણા લાવીને તેને વધુ મજબુત બનાવવા માટે સમયાંતરે નિષ્ણાતોની સમિતિઓ પણ બનતી રહેલી જે સરકારમાં પોતાનો ભલામણ રીપોર્ટ આપ્યા હતા.૨૪ એપ્રિલ ૧૯૯૩માં બંધારણમાં ૭૩માં સુધારા અંર્તગત પંચાયતીરાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો હતો.

પંચાયત રાજ એક એવી બંધારણીય પ્રથા છે, જ્યાં ગ્રામ પંચાયતો વહીવટનો મૂળભૂત એકમ છે. અહીં ત્રણ સ્તરો છે: ગામ, તાલુકો અને જિલ્લો. ૨૪ એપ્રિલ, ૧૯૯૩ના રોજ ભારતમાં પંચાયતી રાજ માટે બંધારણીય(૭૩મો સુધારો) એક્ટ 1992 બંધારણીય દરજ્જો પૂરો પાડે છે. ૨૪ ડિસેમ્બર સુધીમાં આ અધિનિયમ આઠ રાજ્યોમાં લાગુ પડ્યો: આંધ્ર પ્રદેશ, ગુજરાત, હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓરિસ્સા અને રાજસ્થાન. હાલમાં, પંચાયતી રાજ પદ્ધતિ નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને, બધા કેન્દ્રશાસિત પ્રદેશો (અપવાદ: દિલ્હી)ને બાદ કરતાં સમગ્ર ભારતમાં અમલમાં છે.


આજે ગુજરાતમાં ૩૩ જિલ્લા પંચાયતો છે, ૨૪૮ તાલુકા પંચાયતો છે અને ૧૪,૨૯૨ ગ્રામ પંચાયતો છે. દર પાંચ વર્ષે રાજ્ય ચૂંટણી પંચ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજે છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સ્ત્રીઓ માટે અમુક બેઠકો અનામત રાખવામાં છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાલમાં બજારમાં મળતું આ ફળ ખાવાથી મળે છે અગણિત હેલ્થ બેનેફિટ્સ… અંબાણીના પુત્રના પ્રી વેડિંગ ફંક્શનમાં રાધિકાએ પહેર્યો અનંતનો લવ લેટરની છપાઈ વાળો ગાઉન બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ