તિરુપતિના લાડુનું ગુજરાતમાં શું કામ છે સરકાર ? અંબાજીનો ભેળસેળયુક્ત પ્રસાદનો રિપોર્ટ તો જાહેર કરો ?
દેશ આખામાં તિરુપતિ ,તિરુપતિ થઈ ગયું છે.લાડુના વિવાદે હિન્દુ અને હિંદુત્વની આસ્થા પર ચોટ પહોચાડવા જેવી ઘટના છેલ્લા એક સ્પ્તાહથી ચાલી રહી છે ત્યારે, ગુજરાતમાં દોઢ વર્ષ પહેલા અંબાજી મંદિરના પ્રસાદમાં થયેલી ભેળસેળ અને માઈભક્તોની દુભાયેલી લાગણી બાદ સેમ્પલ અને તેની ગુણવાતા અંગેનો અહેવાલ હજુ પણ સાર્વજનિક ના કરાતા વહીવટી તંત્ર અને સરકાર પર સવાલ ઉઠ્યા છે. પ્રસિદ્ધ તિરૂપતિ તિરૂમાલા મંદિરમાં પ્રસાદરૂપે અપાતાં લાડુમાં પશુની ચરબીની ભેળસેળ થતી હોવાનું બહાર આવતા વિવાદ થયો છે. આ અગાઉ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પણ મોહનથાળમાં ભેળસેળનો મુદ્દો ચગ્યો હતો. પ્રસાદરુપે અપાતાં મોહનથાળમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
આ પણ વાંચો : Ambajiમાં ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોની સુવિધા માટે QR કોડ લોન્ચ કર્યો
વિવાદ અને વિષાદ
ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થધામ અંબાજીમાં મોહનથાલના પ્રસાદમાં થયેલી ભેળસેળ મામલે આખા ગુજરાતમાં ભારે હોબાળો થયો હતો. કોંગ્રેસ પણ અંબાજી પ્રત્યે આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ પ્રત્યે સહાનુભૂતિ દાખવી સરકાર પર પસ્તાળ પાડી હતી.સરકારે પણ અંબાજી મંદિરના પૂજારીઓ અને વહીવટદાર સાથે બેઠક કરી પ્રસાદનો મુદ્દો ચર્ચા કર્યો હતો. દરમિયાન મોહન થાળને બદલે પ્રસાદમાં ચીકકીના વિતરણે અહીના વિવાદને નવું સ્વરૂપ આપ્યું હતું. પ્રસિદ્ધ તિરૂપતિ તિરૂમાલા મંદિરમાં પ્રસાદરૂપે અપાતાં લાડુમાં પશુની ચરબીની ભેળસેળ થતી હોવાનું બહાર આવતા વિવાદ થયો છે. પણ આ અગાઉ વર્ષ પહેલા અંબાજીમાં પણ મોહનથાળમાં ભેળસેળનો મુદ્દો ચગ્યો હતો. પ્રસાદરુપે અપાતાં મોહનથાળમાં અશુદ્ધ ઘીનો ઉપયોગ કરવામાં આવતો હતો,અશુદ્ધ ઘીના180 ડબ્બા જપ્ત કર્યા હતા.તપાસમાં બહાર આવ્યું હતું કે ઘીના ડબ્બાઓ પર સાબર ડેરીના નકલી સિમ્બોલ લગાડવામાં આવ્યા હતા. અને તે વખતે મોહિની કેટરર્સ સામે પગલાં લઈને તેનો કોંટ્રેક્ટ રદ કરી દેવાયો હતો. આ અંગેના પરીક્ષણના નમૂના પણ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જેનો રિપોર્ટ હજુ તૈયાર થઈને નથી આવ્યો અને આવ્યો હોય તો સાર્વજનિક નથી કરવામાં આવ્યો.
વિવાદ પર ઠંડુ પાણી
આ આખીય ઘટનાને એક વર્ષ વીતવા આવ્યું છે ત્યારે અશુદ્ધ ઘીમાં શું હતું? તે અંગેનો રિપોર્ટ હજુ જાહેર કરાયો નથી. આ ઉપરાંત અશુદ્ધ ઘીનો ઉપયોગ કરીને મોહનથાળ બનાવવામાં આવી રહ્યો હતો. ત્યારે ખુદ અંબાજી મંદિરના ટ્રસ્ટે NDDB જેવી સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં કેમ ચકાસણી કરાવી નહી હોય ? તેવા સવાલો આજે પણ યથાવત છે.અને સરકાર જાણે આ વિવાદ ભૂલી જ ગઈ છે.