Ahmedabad શહેરમાં રથયાત્રાને લઇને કડક સુરક્ષા બંદોબસ્ત, 1,733 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ
અમદાવાદ : અમદાવાદમાં(Ahmedabad)ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં જ્યાં લાખો ભક્તો દર્શન માટે ઉમટ્યા છે.ત્યારે તેની સુરક્ષા માટે 18,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ કંટ્રોલ રૂમ સાથે જોડાયેલા 1,733 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરીને રથયાત્રા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત, રૂટ પર 47 સ્થળોએ 20 ડ્રોન અને 96 સર્વેલન્સ કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે. રૂટ પર દુકાનદારો દ્વારા લગાવવામાં આવેલા લગભગ 1,400 સીસીટીવી કેમેરાથી પણ લાઈવ દેખરેખ રાખવામાં આવી રહી છે.
રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં ગોઠવાયો લોખંડી બંદોબસ્ત
રથયાત્રાને લઈ સમગ્ર અમદાવાદમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. પેરામિલેટરી ફોર્સ સહિત તમામ ફોર્સ તૈનાત રહેશે. 20 ડ્રોનથી સમગ્ર રથયાત્રા પર બાજ નજર રખાશે. તેમજરથયાત્રાનું ચાર જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ કરાશે.
રથયાત્રામાં 18 ગજરાજ અને 101 ટ્રક 30 અખાડા
ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે, ત્યારે તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં 18 ગજરાજ જોડાશે. સાંસ્કૃતિક ઝાંખી સાથેના 101 ટ્રક રથયાત્રામાં જોડાશે. અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રામાં સામેલ થશે. સાધુ-સંતો સાથે લગભગ 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચશે. દેશભરમાંથી 2000 જેટલાં સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લેશે.
Also Read –