Banaskathaમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતઃ નવરાત્રી જોઈ ઘરે પરત ફરતા ત્રણ યુવકોના મોત

બનાસકાંઠાઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. રોજબરોજ અકસ્માતમાં મોતના કે ઈજાગ્રસ્ત થયા હોવાના નોંધાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા પાસે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર અને બાઈક વચ્ચે થયેલો અકસ્માતમાં ચાર યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે. અકસ્માત બાદ ફોર્ચ્યુનરનો ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બનાસકાંઠાના ધાનેરાના ખીંમત પાસે મોડી રાત્રે કાર અને બાઈક વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક અને કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતમાં બાઈક ઉપર સવાર ચાર યુવાનોમાંથી ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.
પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો
આ ઘટનાની જાણ થતા જ પાંથાવાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં ખીમત ગામેથી નવરાત્રી જોઈ યુવકો પોતાના ગામ ઘાડા પરત ફરી રહ્યા હતા. ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને લઈને પાંથાવાડા પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત સર્જેલ કારમાં દારૂની બે બોટલો હોવાનો વિડીયો વાયરલ થયો છે. હાલ તો પોલીસ અકસ્માત કરનાર કારના માલિકને શોધી રહી છે.
Also Read –