ગાંધીનગરમાં એક રાતમાં ત્રણ હજાર બોટલ વિદેશી દારૂ ઝડપાયો | મુંબઈ સમાચાર
આપણું ગુજરાત

ગાંધીનગરમાં એક રાતમાં ત્રણ હજાર બોટલ વિદેશી દારૂ ઝડપાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને હવે આંગળીના દિવસો બાકી છે. ત્યારે બુટલેગરો દ્વારા ઉજવણીમાં રૂપિયા કમાવવા માટે મોટા પ્રમાણમાં દારૂ ઠાલવી રહ્યા છે. ત્યારે ગાંધીનગર એક રાતમાં ત્રણ હજાર બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. એલસીબી અને પેથાપુર પોલીસે ૬.૧૭ લાખની કિંમતનો દારૂ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જેમાં સાંપા પાસેથી એલસીબીની મહિલા બ્રિગેડે ટ્રકમાં ભરીને લવાતો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો.

ગાંધીનગર એલસીબીની ટીમની મહિલા બ્રિગેડને બાતમીના આધારે દહેગામના સાંપા ગામની સીમમાં ફાયબર કંપનીની બાછડ બાયડ દહેગામ રોડની બાજુમાંથી એક ટ્રક પકડવામાં આવી હતી. જેમાંથી અલગ અલગ બ્રાન્ડની ૨૪૦૦ બોટલ દારૂ કિંમત રૂ. ૪,૫૯,૧૬૮નો દારૂ પકડી લીધો હતો. જેમાં પોલીસે આરોપી બસીરખાન બેલીમ (રહે. રાજસ્થાન)ને ઝડપી લીધો હતો. જ્યારે પ્રિતેશ કલાલ નામની વ્યક્તિની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે દારૂ સહિત ૯,૬૦,૦૯૮ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

બીજી તરફ એલસીબીની ટીમ રાત્રિ દરમિયાન વૈષ્ણોદેવી સર્કલ તરફ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ખોરજ પાસે એક વ્યક્તિ બ્રીજ નીચે દારૂ લઇને ઊભો હોવાની બાતમીના આધારે આરોપી રાહુલ શાહ (રહે. ખોરજ ગામની સીમ)ને પકડી લીધો હતો. તેની પાસે રહેલા થેલામાંથી દારૂની બે બોટલ કિંમત આઠ હજાર મળી આવી હતી. જયારે તેની કારમાંથી બિયરના ૧૮૯ ટિન કિંમત રૂ. ૨૯૦૭૦ મળી આવતા આરોપીની ધરપકડ કરી કાર સહિત ૩,૪૦,૦૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

દરમિયાન એક સફેદ કલરની ગાડીમાં વિજાપુર તરફથી અમદાવાદ તરફ વાયા પેથાપુર થઇને દારૂ લઇ જવામાં આવી રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમી વાળી ગાડી આવતા તેને રોકવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ગાડીના ચાલકે રોડ સાઇડની જગ્યામાંથી ગાડી ભગાડી મૂકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે કાચ ઉપર લાકડી મારતા કાર રોકવામાં આવી હતી. જેમાં બેઠેલા નારાયણનાથ શંકરલાલ નાથ (રહે, શિહાડા, ગીરવા, ઉદેપુર) અને સંજય અનિલજી કોટેડ (રહે. રાજસ્થાન)ને પકડી લીધા હતા. ગાડીમાં તપાસ કરતા વિદેશી દારૂની ૬૫૨ બોટલ અને બિયરના ૯૬ ટિન મળી કુલ ૧,૨૯,૩૪૦નો દારૂ મળી આવ્યો હતો. દારૂનો જથ્થો ખેરવાડા પાસેથી નિતીનસિંહ નામના વ્યક્તિએ ભરી આપ્યો હતો. પોલીસે દારૂ અને કાર સહિત ૬,૪૫,૧૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button