આપણું ગુજરાત

સુરતમાં આપઘાતના અલગ- અલગ ત્રણ બનાવમાં ત્રણનાં મોત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતમાં આપઘાતના ત્રણ બનાવોમાં ત્રણ લોકોના મોત થયા હતા. જેમાં ગોડાદરામાં ચાર સંતાનના પિતાએ તો બીજી તરફ લીંબાયતમાં બે સંતાનોના પિતાએ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું હતું. જ્યારે ત્રીજા બનાવમાં પ્રસુતિ માટે પિયર આવેલી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

સુરત શહેરના ગોડાદરા પર્વતગામ રોડ નજીક રહેતાં વિનય પટેલે (ઉ.વ.૪૩) ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. તે ડ્રાઈવિંગનું કામ કરતો હતો પરંતુ છેલ્લા ત્રણેક માસથી યોગ્ય કામધંધો ન હોવાથી બેકાર હતો. આવા સમયે તેની લોનના હપ્તા પણ ચાલતા હતા અને આર્થિક ભીંસ અનુભવતા તેઓએ આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું હતું. બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના લીંબાયત વિસ્તારમાં આશાપુરી સોસાયટી પાસે રહેતા સમાધાન પાટીલ (ઉ.વ.૩૨) મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓએ ઘરમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. જોકે તેઓના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button