આપણું ગુજરાત

Kheda ના મહેલજ ગામમાં વીજ કરંટ લાગતા ત્રણ લોકોના મોત

ખેડાઃ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ(Rain)વરસી રહ્યો છે. ખેડા(Kheda)જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદ વચ્ચે માતર તાલુકાના મહેલજ ગામમાં કરંટ લગતા ત્રણ લોકોના મૃત્યુ થયા છે. સમગ્ર ઘટનાની વિગત મુજબ માતરના મહેલજ ગામમાં દુકાનદાર દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. કરંટ લાગ્યા બાદ ખેડાની ચરોતર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તબીબે ત્રણ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. જ્યારે એક વ્યક્તિને સારવાર મળતાં જીવ બચી ગયો હતો. મૃતકોમાં યાસ્મીન પઠાણ, અવેજ ખાન પઠાણ અને સાહિલ ખાન પઠાણનો સમાવેશ થાય છે.

બીજી તરફ ખેડા જીલ્લામાં સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે નડીયાદ, ડાકોર, મહુધા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસયો હતો. નડીયાદ, માતર, મહુધા, ખેડા, વસો અને ઠાસરા સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો હતો. જિલ્લામાં ધીમી ગતિએ ચોમાસું માહોલ જામતા વાતાવરણમાં ઠંડક ફેલાતા ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને રાહત મળવા પામી છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button