કુતિયાણામાં ઈઝરાયેલ મોકલવાની લાલચ આપી આઠ પાસેથી લાખો વસૂલ્યા

અમદાવાદઃ પોરબંદરના કુતિયાણામાં ઈઝરાયેલમાં નોકરી આપવાની લાલચ આપી આઠ જણ પાસેથી લાખો વસૂલ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ આઠ જણ પાસેથી રૂ. 56 લાખ જેટલી માતબર રકમ વસૂલવાની ફરિયાદના અનુસંધાનમાં ત્રણ વિરુ્ધ ગુનો નોંધવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અહેવાલો દ્વારા મળેલી માહિતી અનુસાર ત્રણ જણાએ આઠ નોકરી ઈચ્છુકોને ઈઝરાયેલામાં નોકરી પાવવાનું વચન આપ્યું હતું. તેમની પાસે અમુક પ્રક્રિયાઓ કરાવી તેમનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ રૂ. 56 લાખ વસૂલ્યા હતા. લાંબા સમય સુધી ઈઝરાયેલ જવાની કોઈ વાત ન થઈ ત્યારે છેતરામણીનો અહેસાસ થતાં ત્રણેયે સાથે મળી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો : સરકારી નોકરીના નામે છેતરપિંડી: અમદાવાદ સાયબર ક્રાઈમને મળી મોટી સફળતા, મુખ્ય આરોપી ઝડપાયો
કુતિયાણા પોલીસે આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પોલીસ આરોપીઓના નેટવર્ક અને આ ગુનામાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
જોકે આ પહેલી ઘટના નથી, ગુજરાતમાં વિદેશ મોકલવાના બહાના હેઠળ પૈસા ખંખેરવાના ઘણા કેસ નોંધાઈ ચૂક્યા છે.



