ગુજરાતમાં સામૂહિક આપઘાતની વધુ એક ઘટનાઃ સાણંદમાં એક જ પરિવારના ત્રણ લોકોએ જીવન ટૂંકાવ્યું, સ્યુસાઈડ નોટ પણ મળી…

અમદાવાદઃ જિલ્લાના સાણંદ તાલુકામાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી. લોદરિયાદ ગામ નજીક એક જ પરિવારના ત્રણ લોકોએ આપઘાત કર્યો હોવાની માહિતી મળી હતી. મૃતકના ગળામાં છરીના ઘા જોવા મળ્યા છે, જેના કારણે આ બનાવ માત્ર આપઘાત છે કે પછી સામૂહિક હત્યા કરીને આપઘાતનો રંગ આપવાનો પ્રયાસ થયો છે, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસને તપાસ દરમિયાન ઘટનાસ્થળ પરથી 10 પાનાની સ્યુસાઇડ નોટ મળી આવી હતી. પોલીસ સ્યુસાઈડ નોટના આધારે તપાસ શરી કરી હતી. આ બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
થોડા દિવસ પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે એક જ પરિવારના 3 સભ્યોએ સામૂહિક આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતુમ. પિતા મેરામણ ચેતરિયાએ સૌથી પહેલાં પોતાના બે બાળકોને ઝેરી દવા પીવડાવી અને બાદમાં પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો.
ઝેરી દવાના કારણે ત્રણેય પિતા-સંતાનોનું મોત નિપજ્યું હતું. મેરામણ ચેતરિયા છેલ્લા ઘણા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા. સારવાર અને તકલીફો વચ્ચે માનસિક તણાવ વધી જતાં તેમણે આ કઠિન પગલું ભર્યું હતું.
આ પહેલા કલોલના નારદીપુર ગામના ત્રણ યુવકોએ એકસાથે આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ સામૂહિક આપઘાતના પગલે ત્રણેય પરિવારોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ યુવકો પોતાના ઘરેથી નોકરી પર જવાનું કહીને નીકળ્યા હતા.