ગુજરાતમાં બે મહિનામાં ત્રણ IPS અધિકારીઓના રાજીનામાંઃ DYSP રૂહી પાયલાએ પદ છોડ્યું

અમદાવાદઃ ગુજરાતમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે તાજેતરમાં વિધાનસભામાં પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ અધિકારીઓની કુલ ૨૦૮ જગ્યાઓ મંજૂર થયેલી છે. તે પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે અને ૧૦ જગ્યાઓની ઘટ છે. તેમાં ગત મહિને એક જગ્યા ભરાતા હવે ૯ જગ્યાઓની ઘટ છે. બાકી રહેલી જગ્યાઓ ઝડપથી ભરી દેવાશે.
રાજ્યમાં પોલીસ વિભાગની 11 હજાર જગ્યાઓ માટે લાખો યુવાનો અને યુવતીઓ ભરતી થવા તનતોડ મહેનત કરી રહ્યા છે. બીજી બાજુ માત્ર 2 મહિનામાં રાજ્યના 3 પોલીસ અધિકારીઓએ સરકારને પોતાના રાજીનામાં ધરી દીધા છે. 6 જાન્યુઆરીએ જૂનાગઢના એસપી હર્ષદ મહેતા,4 ફેબ્રુઆરીએ અભય ચુડાસમા અને હવે ડીવાયએસપી રૂહી પાયલાએ રાજીનામું આપી દેતા પોલીસ બેડામાં હડકંપ મચી ગયો હતો.
Also read: ગુજરાતમાં નકલી અધિકારીઓનો રાફડો: સુરત અને ગાંધીનગરથી પકડાયા નકલી સાહેબો
ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોસ્ટેડ રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર માન્યો હતો અને સમાજની સેવા કરવાનો સિલસિલો કાયમ રાખવાની વાત કરી હતી. વર્ષ 2017માં પાલનપુરના કાણોદરના રૂહી પાયલાની ડીવાયએસપી તરીકે જીપીએસસી દ્વારા પસંદગી થઈ હતી. ઉલ્લેખનીય છે કે રૂહી પાયલાએ છ મહિના અગાઉ રાજીનામું આપ્યું હતું. જોકે સરકારે હવે 25મી ફેબ્રુઆરી, 2025ના રોજ રાજીનામાનો સ્વિકાર કર્યો છે. ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોસ્ટેડ રૂહી પાયલાએ રાજીનામું આપી પોલીસ વિભાગ અને સરકારનો આભાર માન્યો હતો અને સમાજની સેવા કરવાનો સિલસિલો કાયમ રાખવાની વાત પણ કરી હતી. રાજ્યમાં માત્ર બે મહિનામાં ત્રણ આઈપીએસ અધિકારીએ રાજીનામા આપી દીધા છે. જે પોલીસ બેડમાં ચર્ચાનો વિષય બન્યા છે.