Ahmedabad વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતમાં સારવાર દરમિયાન ત્રણના મોત; કુલ મૃત્યુઆંક 6એ પહોંચ્યો
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)વડોદરા એક્સપ્રેસ હાઇવે પર આણંદ નજીક વહેલી સવારે ટ્રક અને ખાનગી બસનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કુલ 6 લોકોના મોત થયા છે. અકસ્માત સમયે ઘટનાથળે જ ત્રણ લોકોને કાળ ભરખી ગયો હતો જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. અન્ય ત્રણ લોકોનું પણ સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાની જાણ થતાં બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના અંગે તપાસ આણંદ ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સવારે સાડા ચાર વાગ્યાની આસપાસ સર્જાયેલ અકસ્માતનો ભોગ બનેલી લક્ઝરી બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ત્રણના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે આણંદ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. હાલ સારવાર લઈ રહેલા ઘાયલોની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે.
કઈ રીતે સર્જાયો અકસ્માત:
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર રાજસ્થાન જઈ રહેલી આ બસનું ટાયર પંચર થવાના લીધે બસને રોડની એકબાજુ ઉભી રાખી દેવામાં આવી હતી. આ દરમિયાન બસનો ડ્રાઈવર, ક્લીનર અને મુસાફરો બધા બસની નીચે ઊભા હતા ત્યારે પાછળથી એક ટ્રકે બસને ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારા અકસ્માતમાં કુલ છ લોકોના મોત થયા છે.
પાટણમાં પણ સર્જાયો હતો અકસ્માત:
બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતનો આવો જ એક બનાવ શુક્રવારે પાટણ જિલ્લામાં પણ સર્જાયો હતો. આણંદથી કચ્છના રાપર જઈ રહેલી બસનો સવારે સાડા ચાર વાગ્યા આસપાસ સર્જેયલ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Also Read –