આપણું ગુજરાત

આણંદ યાર્ડના રીમોડલીંગ કામને કારણે આ ટ્રેન ને થશે અસર

પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના આણંદ સ્ટેશન પર યાર્ડ રીમોડલીંગ કામને કારણે 30 સપ્ટેમ્બર અને 01 ઓક્ટોબર 2023 ના રોજ કેટલીક ટ્રેનો રદ્દ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રૂપે રદ્દ રહેશે. જેની વિગત નીચે મુજબ છે:
30 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર 2023 સુધી રદ્દ ટ્રેનો :

  1. ટ્રેન નં. 09275/09276 આણંદ – ગાંધીનગર – આણંદ મેમૂ સ્પેશિયલ
  2. ટ્રેન નં. 09400/09399 અમદાવાદ – આણંદ – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
  3. ટ્રેન નં. 09274 અમદાવાદ – આણંદ મેમૂ સ્પેશિયલ

    1 ઓક્ટોબર 2023 ના રોજ રદ્દ ટ્રેનો :
    1.ટ્રેન નં. 09316/09315 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
    2.ટ્રેન નં. 09328/09327 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
    3.ટ્રેન નં. 09496/09495 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
    4.ટ્રેન નં. 09312/09311 અમદાવાદ – વડોદરા – અમદાવાદ મેમૂ સ્પેશિયલ
    5.ટ્રેન નં. 09273 અમદાવાદ – વડોદરા મેમૂ સ્પેશિયલ
    6.ટ્રેન નં. 19036/19035 અમદાવાદ – વડોદરા – અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ

    1 ઓક્ટોબર 2023 ના રોજ આંશિક રદ્દ ટ્રેનો :

    1.ટ્રેન નં. 22960/22959 જામનગર – વડોદરા – જામનગર ઈન્ટરસિટી એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ – વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રૂપે રદ્દ રહેશે.

    2.ટ્રેન નં. 19033/19034 વલસાડ – અમદાવાદ – વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન અમદાવાદ–વડોદરા- અમદાવાદ વચ્ચે આંશિક રદ્દ રહેશે.

    3.ટ્રેન નં. 20959/20960 વલસાડ-વડનગર-વલસાડ એક્સપ્રેસ વડોદરા સ્ટેશન ઉપર શોર્ટ ટર્મિનેટ થશે. આ ટ્રેન વડોદરા-વડનગર-વડોદરા વચ્ચે આંશિક રદ્દ રહેશે.
    યાત્રીઓને વિનંતી છે કે કૃપા કરી ઉપરોક્ત ફેરફાર ધ્યાનમાં રાખીને યાત્રા કરે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button